શોધખોળ કરો

News For Farmer: ખેડૂતોના હિતમાં CM ભૂપેન્દ્ર પટેલે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, સૌરાષ્ટ્રના આ 10 જિલ્લાના ખેડૂતોને થશે ફાયદો

ખેડૂતોના હિતમાં સીએમનો મોટો નિર્ણય કર્યો છે. પાણીની અછતના કારણે રવિ પાક ન લઇ શકતા સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સૌની યોજના દ્વારાર સૌરાષ્ટ્રના જળાશયોમાં નર્મદાના નીર ભરવાનો નિર્ણય કરાયો છે.

ગાંધીનગર:ખેડૂતોના હિતમાં સીએમનો મોટો નિર્ણય  કર્યો છે.  પાણીની અછતના કારણે પાક ન લઇ શકતા સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સૌની યોજના દ્વારાર સૌરાષ્ટ્રના જળાશયોમાં નર્મદાના નીર ભરવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયના પગલે અઢી લાખ એકર વિસ્તારના ખેડૂતોને ફાયદો થશે. આ નિર્ણયથી સૌરાષ્ટ્રના 10 જિલ્લા મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી જીલ્લાના જળાશયોમાં નર્મદાનું પાણી ભરવામાં આવશે.

સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને પાક માટે પૂરતુ પાણી મળી રહેશે. ઉલ્લેખનિય છે કે, કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પાણીની જરૂરીયાતવાળા જિલ્લાઓના 115 જળાશયો ભરીને 970 કરતાં વધુ ગામોના વિસ્તારમાં સિંચાઇનું પાણી પુરૂ પાડવાનો નિર્ણય લેવાયો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા આ વર્ષે સૌરાષ્ટ્રના ખેડૂતોની જરૂરીયાતની સમીક્ષા બાદ નર્મદા નદીનું પાણી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયોને આપવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનિય છે કે,  આ નિર્ણય  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને કૃષિ મંત્રી રાધવજી પટેલ સાથે વિચાર વિમર્શ કરીને લેવાયો છે.

CORONA VIRUS: શું ગુજરાતમાં માસ્ક ફરજીયાત કરવામાં આવશે? જાણો આરોગ્યમંત્રીએ શું આપ્યું નિવેદન

CORONA VIRUS:ચીનમાં કોરોનાએ ફરી કહેર વર્તાવતા સમગ્ર વિશ્વમાં ગભરાહટનો માહોલ છે, કારણ કે બે વર્ષ પહેલા ચીનમાંથી જ કોરોના સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો. હાલમાં ચીનમાં રોજ લાખો કેસ સામે આવી રહ્યા છે જેને લઈને ભારત સરકાર પણ હરકતમાં આવી છે. ગઈકાલે પીએમ મોદીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તો આજે ગુજરાતમાં પણ  આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા બેઠક યોજી હતી.

કોરોનાની સંભવિત પરિસ્થિતિની સમીક્ષા બાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, વિશ્વની અંદર કોરોનાના વધતા કેશ અંગે દેશમાં ચિંતા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ઘણા અનુભવોમાંથી આપણે પસાર થયા છીએ. મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. ગુજરાતમાં માસ્ક ફરજીયાત કરવા અંગે તેમણે કહ્યું કે, કોરોનાથી બચવા જે પણ સાવચેતી રાખવાની જરૂર છે તે બધી સાવચેતી નાગરીકોએ રાખવી જોઈએ. આ ઉપરાંત સમીક્ષા બેઠક બાદ આગળ કેવા પ્રતિબંધો લાદવા તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. હાલમાં કોઈએ વધુ ચિંતા કરવાની જરુર નથી તેમ આરોગ્યમંત્રીએ કહ્યું છે.

નવા વેરીએંટના પ્રભાવ અંગે ચર્ચા કરવામાં આવી છે. હર્ડઈમ્યુનીટી અને રસીકરણથી લડવા સક્ષમ છીએ. નિષ્ણાંતો પાસેથી મત લેવામાં આવ્યો કે રાજ્ય સરકારે શું કરવું જોઈે. એરપોર્ટ પર ફ્લાઇટની સીટ મુજબ 2 ટકા ટેસ્ટિંગ કરવું જોઈએ. એરપોર્ટ પર થર્મલ ચેકીંગ શરૂ કરવું અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર RTPCR ટેસ્ટ માટે વ્યવસ્થા કરવાની રહેશે. કોરોના ગયો છે તેવું સમજીને વેક્સિન નથી લીધી તેએ હવે લઈ લે. આગામી સમયમાં સરકાર ફરીથી વેક્સિન ડ્રાઇવ શરૂ કરશે. આ ઉપરાંત પ્રિકોશન ડોઝ માટે ડ્રાઈ યોજાશે. 27મી ડિસેમ્બરે મોક ડ્રાઇવ કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ મોકડ્રીલ યોજવામાં આવશે. નવો વેરીઅન્ટ એકમાંથી 16 લોકો સુધી પહોંચી શકે છે.

શતાબ્દી મહોત્સવ અંગે આરોગ્યમંત્રીનું નિવેદન

તો બીજી તરફ  અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવને લઈને પણ આરોગ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,  આ કાર્યક્રમ શરૂ થયો ત્યારે આવા સમાચાર આવ્યા ન હતા. પ્રમુખ સ્વામી નગર માટે માસ્કના વિસ્તરણની સૂચના આપવામાં આવી છે. પ્રમુખ સ્વામી નગરમાં પણ કોરોના અંગે સાવચેતી રાખવા માટે પણ સૂચના આપી છે.

કાંકરિયા કાર્નિવલ અંગે આરોગ્યમંત્રીએ આપ્યું નિવેદન

એક તરફ કોરોનાનો કહેર વધવાની વકી છે તો બીજી તરફ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદના કાંકરિયા કાર્નિવલ સહિતના કાર્યક્રમો અંગે આરોગ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આવા કાર્યક્રમો અંગે ચર્ચા ચાલી રહી છે. અધિકારીઓ સાથે કાર્યક્રમ કેવી રીતે ક્યાં સમયે કરવો તેની ચર્ચા ચાલી રહી છે. નવા વેરિયન્ટના ફેલાવા અને ઘાતકતા અંગેનો રિપોર્ટ આવ્યો નથી. રિપોર્ટ આવ્યા બાદ જરૂરિયાત મુજબ માર્ગદર્શિકા જાહેર કરાશે.

કોરોનાની દહેશત વચ્ચે કાંકરિયા કાર્નિવલ યોજવા પ્રશાસન મક્કમ છે. કાંકરિયા પરિસરમાં કાર્નિવલ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કાંકરિયા કાર્નિવલ આડે બે દિવસનો સમય બાકી છે ત્યારે ચાલુ વર્ષે 4 કરોડના ખર્ચે કાંકરિયા કાર્નિવલ ઉજવવામાં આવશે. કાર્નિવલની મુખ્ય થીમ 75 મો આઝાદીનો અમૃત મહોત્સવ રહેશે. જેમાં અલગ અલગ રાજયોની સંસ્કૃતિ આધારિત કાર્યક્રમ યોજાશે .25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલનાર કાર્નિવલમાં અંદાજે દસ લાખ લોકો મુલાકાત કરે તેનો અંદાજ છે. કાર્નિવલ જે ત્રણ વર્ષ બાદ યોજાનાર છે. કેટલીક વિશેષતાઓ ઉપર નજર કરીએ તો, લોકગાયક અને સંગીતકારો કાર્નિવલમાં પોતાના સુર રેલાવશે. અલગ અલગ છ સ્ટેજ સમગ્ર કાંકરિયા પરિસરમાં તૈયાર કરવામાં આવ્યા છે. નગીનાવાડી ખાતે આતશબાજી બાદ કાંકરિયા કાર્નિવલ 2022 ખુલ્લો મુકાશે. ફૂડ શો અને મનોરંજન માટે અલગ અલગ એક્ટિવિટી ઉપર ભાર મુકવામાં આવ્યો છે.  1500 પોલીસનો સ્ટાફ ખડેપગે કાર્નિવલ ઉપર નજર રાખશે. 200 સીસીટીવી કેમેરા દ્વારા મોનીટરીંગ હાથ ધરવામાં આવશે. તળાવની ફરતે અને કાંકરીયામાં રોશનીનો શણગાર કરાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Airtel Down: એરટેલ ડાઉન, યુઝર્સ નથી કરી શકતા કોલ, અનેક લોકોએ કરી ફરિયાદ
Airtel Down: એરટેલ ડાઉન, યુઝર્સ નથી કરી શકતા કોલ, અનેક લોકોએ કરી ફરિયાદ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

MLA Kirit Patel : પાટણ યુનિવર્સિટી લાફાકાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપી પોલીસ સમક્ષ હાજરVadodara Helicopter Ride : વડોદરામાં બાળકોના જીવ સાથે રમત!  મેળા સંચાલક સહિત 3ની અટકાયતGujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Airtel Down: એરટેલ ડાઉન, યુઝર્સ નથી કરી શકતા કોલ, અનેક લોકોએ કરી ફરિયાદ
Airtel Down: એરટેલ ડાઉન, યુઝર્સ નથી કરી શકતા કોલ, અનેક લોકોએ કરી ફરિયાદ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Good News: ખેડૂતોને રાત ઉજાગરામાંથી મુક્તિ, આ 7 જિલ્લાના ત્રણ લાખ ખેડૂતોને હવેથી દિવસે મળશે વીજળી
Good News: ખેડૂતોને રાત ઉજાગરામાંથી મુક્તિ, આ 7 જિલ્લાના ત્રણ લાખ ખેડૂતોને હવેથી દિવસે મળશે વીજળી
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Look back 2024: ભારત, અમેરિકા, જાપાન કે ચીન, કોના શેરબજારે કરાવી સૌથી વધુ કમાણી
Look back 2024: ભારત, અમેરિકા, જાપાન કે ચીન, કોના શેરબજારે કરાવી સૌથી વધુ કમાણી
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Embed widget