શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આવતીકાલથી રસીકરણનો બીજો તબક્કો, 60 વર્ષથી ઉપરના સિનિયર સિટિઝનને રસી લેવા મુખ્યમંત્રીની અપીલ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 60 લાખ જેટલા વરિષ્ઠ નાગરિકોને આ રસીકરણ અભિયાનનો લાભ લેવા અપીલ કરી છે. અભિયાનમાં ભાગ લઈને કોરોના સામેની લડાઈના આ નિર્ણાયક તબક્કામાં સિનિયર સિટીજનને યોગદાન આપવા જણાવ્યું છે.
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 60 લાખ જેટલા વરિષ્ઠ નાગરિકોને આ રસીકરણ અભિયાનનો લાભ લેવા અપીલ કરી છે. અભિયાનમાં ભાગ લઈને કોરોના સામેની લડાઈના આ નિર્ણાયક તબક્કામાં સિનિયર સિટીજનને યોગદાન આપવા જણાવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર સૌના આરોગ્યની ચિંતા કરે છે. અને કોરોના સામે શરુઆતથી જ લોકસહયોગ અને આરોગ્ય કર્મીઓની કર્તવ્યનિષ્ઠાથી કોરોનાનો વ્યાપ વધતો અટકાવવામાં સરકારે સફળતા મેળવી છે.
કોરોના સામેની જંગમાં રસીકરણ અભિયાન દેશભરમાં શરુ છે ત્યારે ગુજરાતના સૌ વરિષ્ઠ નાગરિકો સહકાર થકી ગુજરાત રાજ્યને અગ્રેસર રાખશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યકત કર્યો છે. વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્ય સરકારે આ રસીકરણ અભિયાનની સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી લીધી છે. રાજ્યભરની 2195 જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ 536 જેટલા ખાનગી હોસ્પિટલ, દવાખાનાઓની મદદથી કોરોના વેક્સિન આપવામાં આવશે.
મુખ્યમંત્રીએ આગળ જણાવ્યું કે સૌ વરિષ્ઠ વડીલો રસીના ડોઝ લઈને ‘હારશે કોરોના જીતશે ગુજરાત’ના મંત્ર ને સાકાર કરી કોરોના સામેની લડાઈના અંતિમ તબક્કામાં વિજય મેળવે. આ ઉપરાંત દરેક નાગરિકોને અપીલ કરી છે કે પોતાના ઘર પરિવાર અને આસપાસના વરિષ્ઠ વડીલોને રસીકરણ માટે પ્રેરિત કરે અને કોરોના મુક્ત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion