શોધખોળ કરો

રાજ્યની યુનિવર્સિટી અને કૉલેજોમાં મેરીટ પ્રમાણે અપાશે  પ્રોગ્રેશન, જાણો મહત્વના સમાચાર

રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી કૉલેજોમાં સ્નાતક કક્ષાના મેડીકલ પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે. 

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ખાનગી યુનિવર્સિટી-કોલેજો અને સરકારી કોલેજમાં ઉચ્ચશિક્ષણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યના યુવા વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે નિર્ણય કર્યો છે કે, રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી કૉલેજોમાં સ્નાતક કક્ષાના મેડીકલ પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે. 

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીના આ નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્ય સરકારે આ વર્ષે કોવિડ-19 કોરોના સંક્રમણની વ્યાપક પરિસ્થિતીમાં શાળા કોલેજોમાં શિક્ષણકાર્યને પડેલી અસરને ધ્યાનમાં લઇને આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન માત્ર આ વર્ષ પૂરતું આપવાનો નિર્ણય કર્યો છે.

વધુ વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારે કરેલા આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનના નિર્ણયનો લાભ સરકારી અને ખાનગી યુનિવર્સિટી તથા કોલેજોના મેડીકલ પેરામેડીકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમેસ્ટર 2,4 અને  સેમેસ્ટર 6 પણ ઇન્ટરમિડીયેટ હોય તેવા વિદ્યાર્થીઓને મળશે. આવા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા અંદાજે 9 લાખથી વધારે  થવા જાય છે એમ તેમણે ઉમેર્યુ હતું. 

શિક્ષણ મંત્રીએ ઇન્ટરમિડીયેટ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને અપાનારા મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનની પદ્ધતિ અંગે વિસ્તૃત સમજ આપતાં જણાવ્યું કે, આ હેતુસર માર્કસની ગણતરી માટે 50 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકનના આધારે અને બાકીના 50  ટકા ગુણ  અગાઉના-પ્રિવીયસ-સેમેસ્ટરના આધારે આપવામાં આવશે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટ કર્યુ કે, જો યુનિવર્સિટી-કોલેજો દ્વારા પ્રાયોગિક પરીક્ષા લેવામાં નહિં આવી હોય તો ત્યાં 50  ટકા ગુણ આંતરિક મુલ્યાંકનના આધારે અને બાકીના 50  ટકા ગુણ તુરતના અગાઉના પ્રિવીયસ સેમિસ્ટરના આધારે ગણાશે. જે કિસ્સાઓમાં પ્રાયોગિક પરીક્ષા લેવાઇ હશે તેવા કિસ્સામાં પરીક્ષામાં મેળવેલ ખરેખર ગુણ ધ્યાને લેવાશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં હાલ 18  થી 44 ની વયજૂથના લોકોની કોરોના વેકસીનેશન કામગીરી ચાલી રહી છે. આવા યુવા વિદ્યાર્થીઓમાંથી બહુધા વિદ્યાર્થીઓને રસીકરણ થવાનું બાકી છે ત્યારે સમગ્ર વિદ્યાર્થી જગતના વિશાળ આરોગ્ય હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ફરી થશે મેઘાનું આગમન, સૌરાષ્ટ્ર-કચ્છ માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
ગુજરાતમાં ફરી થશે મેઘાનું આગમન, સૌરાષ્ટ્ર-કચ્છ માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
ગુજરાતમાં અકસ્માતોની હારમાળા: પાટડીમાં 3નાં મોત, રાજકોટમાં હિટ એન્ડ રન અને દીવમાં શોભાયાત્રામાં કાર ઘૂસી
ગુજરાતમાં અકસ્માતોની હારમાળા: પાટડીમાં 3નાં મોત, રાજકોટમાં હિટ એન્ડ રન અને દીવમાં શોભાયાત્રામાં કાર ઘૂસી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ફરી થશે મેઘાનું આગમન, સૌરાષ્ટ્ર-કચ્છ માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
ગુજરાતમાં ફરી થશે મેઘાનું આગમન, સૌરાષ્ટ્ર-કચ્છ માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
UNSCમાં કાયમી સભ્ય માટે રશિયાએ ભારતનું કર્યું સમર્થન, જાણો જર્મની-જાપાને શું કહ્યું?
UNSCમાં કાયમી સભ્ય માટે રશિયાએ ભારતનું કર્યું સમર્થન, જાણો જર્મની-જાપાને શું કહ્યું?
136 વર્ષમાં પ્રથમવાર આજે રવિવારે બેંકો રહેશે ચાલુ,કાલથી રાજ્યના 50 હજાર કર્મચારીઓ 3 દિવસની હડતાળ પર
136 વર્ષમાં પ્રથમવાર આજે રવિવારે બેંકો રહેશે ચાલુ,કાલથી રાજ્યના 50 હજાર કર્મચારીઓ 3 દિવસની હડતાળ પર
રોહિત-વિરાટ મળીને તોડશે 6 મોટા રેકોર્ડ, પહેલા વનડેમાં તૂટશે સચિનનો 'વર્લ્ડ રેકોર્ડ'
રોહિત-વિરાટ મળીને તોડશે 6 મોટા રેકોર્ડ, પહેલા વનડેમાં તૂટશે સચિનનો 'વર્લ્ડ રેકોર્ડ'
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
How Often Should You Use Soap: અઠવાડિયામાં કેટલા દિવસ સાબુથી સ્નાન કરવું જોઈએ, શું કહે છે એક્સપર્ટ?
How Often Should You Use Soap: અઠવાડિયામાં કેટલા દિવસ સાબુથી સ્નાન કરવું જોઈએ, શું કહે છે એક્સપર્ટ?
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
Embed widget