શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં કૉંગો ફીવરનો હાહાકાર, રાજકોટમાં 11 શંકાસ્પદ કેસ, એકનું મોત
રાજ્યમા જીવલેણ કૉંગો ફીવરનો હાહાકાર છે. રાજકોટમાં 11 દર્દીઓને કૉંગો ફીવરની આશંકાના પગલે બ્લડ સેંપલ લેવામાં આવ્યા છે. બે દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
રાજકોટ: રાજ્યમા જીવલેણ કૉંગો ફીવરનો હાહાકાર છે. રાજકોટમાં 11 દર્દીઓને કૉંગો ફીવરની આશંકાના પગલે બ્લડ સેંપલ લેવામાં આવ્યા છે. બે દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ હળવદ નજીકની ફેકટરીમાં ત્રણ શ્રમિકોમા કોંગો ફિવરના લક્ષણ દેખાતા સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક કોંગો ફિવરનો દર્દી સારવાર હેઠળ છે. બે દિવસ અગાઉ આ દર્દીનો રિપોર્ટ તપાસ અર્થે મોકલાયો હતો. દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દીની સારવાર શરૂ કરવામાં આવી છે. હજુ પણ એક શંકાસ્પદ દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ પુના લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યો છે.
મોરબી જિલ્લાના હળવદમાં એક વ્યક્તિનું મોત થયું છે. મૃતકને કૉંગો ફિવર હોવાની આશંકા છે. બિમારીનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર નથી આવ્યું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement