ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનેલા ડો. રઘુ શર્મા ક્યા દિગ્ગજ નેતાના ખાસ ગણાય છે ? કોના કહેવાથી રાજસ્થાનમાં મંત્રી બનાવાયેલા ?
રાજસ્થાનના રઘુ શર્માને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે
અમદાવાદ: રાજસ્થાનના રઘુ શર્માને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે. રાહુલ ગાંધીની નજીકના નેતા અને રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માને ગુજરાત કૉંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે. રાજસ્થાન સરકારમાં રઘુ શર્મા સ્વાસ્થ્ય મંત્રી છે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના નજીકના માનવામાં આવે છે.
રઘુ શર્મા રાજસ્થાન સરકારમાં હાલ આરોગ્યમંત્રી છે. રઘુ શર્મા અશોક ગેહલોત અને સચિન પાયલોટ બંન્નેની પસંદ છે. રઘુ શર્મા વિદ્યાર્થીકાળથી રાજકારણમાં પ્રવેશ્યા હતા અને 1986-87મા રાજસ્થાન યુનિવર્સિટીના પ્રમુખ બન્યા હતા. રઘુ શર્મા રાજસ્થાન યુનિ.ના 30 વર્ષ પ્રમુખ રહ્યા હતા.
Hon'ble Congress President has appointed Dr. Raghu Sharma as AICC In-charge of Gujarat, Daman & Diu and Dadra & Nagar Haveli, with immediate effect. pic.twitter.com/LOXq0mMgi8
— INC Sandesh (@INCSandesh) October 7, 2021
2018ની લોકસભાની પેટાચૂંટણી જીતી સાંસદ બન્યા હતા. રઘુ શર્મા અજમેર બેઠક પરથી સાંસદ બન્યા છે. તેઓ અજમેરની કેકડી બેઠક પરથી બે વાર ધારાસભ્ય બન્યા હતા. સચિન પાયલોટના કહેવાથી ગેહલોત સરકારમાં તેઓને મંત્રી બનાવવામાં આવ્યા હતા. રઘુ શર્મા અશોક ગેહલોતના અત્યંત નજીકના મનાય છે.
ગુજરાત કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી નિતૃત્વ સંકટનો સામનો કરી રહ્યુ છે. આખરે પાંચ-છ મહિના બાદ પાર્ટી હાઈકમાન્ડે ગુજરાત પ્રભારીને નિમણૂક કરી છે. રાજીવ સાતવ બાદ આ જગ્યા ખાલી હતી. હાલમાં ગાંધીનગર મહાનગર પાલિકાની યોજાયેલી ચૂંટણીમાં પણ કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. ફેબ્રુઆરી મહિનામાં છ મહાનગર પાલિકા સહિત અનેક નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. ત્યારબાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પણ પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ હતું.