શોધખોળ કરો

કોંગ્રેસને મોટો ઝટકોઃ ખંભાતનાં ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામું, કોંગ્રેસના ધારાસભ્ય 17માંથી ઘટીને 16 થયા

182 સભ્યની વિધાનસભામાં આપના ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સભ્ય સંખ્યા ઘટીને 181ની થઈ છે અને આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તો તે સંખ્યા ઘટીને આજે 180ની થઈ જશે.

Congress MLA from Khambhat Chirag Patel: લોકસભાની ચૂંટણીનું વર્ષ શરૂ થાય તે પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના રડાર પર છે. ગયા અઠવાડિયે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું તો આજે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે. 

182 સભ્યની વિધાનસભામાં આપના ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સભ્ય સંખ્યા ઘટીને 181ની થઈ છે અને આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપતા તો તે સંખ્યા ઘટીને આજે 180ની થઈ જશે. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 17નું છે. જે આજે ધારાસભ્યના રાજીનામાં બાદ ઘટીને 16નું થઈ ગયું છે.

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે શરૂ કર્યું છે ઓપરેશન લોટસ. આ અંતર્ગત આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાદ હવે કોંગ્રેસમાં ભંગાણ કરવામાં ભાજપ સફળ રહી છે. આજે કોંગ્રેસમાં ભૂકંપ તો ત્યારે સર્જાયો જ્યારે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું ધરી દીધું હતું. આવનારા દિવસોમાં હજુ પણ વધુ ધારાસભ્યો રાજીનામા આપશે તેવી ચર્ચા ચાલી રહી છે.

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. કોંગ્રેસને ઉઘરાણા અને વિરોધ સિવાઈ કઈ આવડતું નથી. ઘણા સાથી મિત્રો છે જે કોંગ્રેસમાં ગુંગણામણ અનુભવી રહ્યાં છે. કોંગ્રેસ પોતાનો જનાધાર ગુમાવી રહી છે. 1990 બાદ પ્રથમ વખત ખંભાતમાં કોંગ્રેસ જીત્યું ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલની 3711 મતોથી જીત થઈ હતી. ભાજપના મહેશ રાવલ, કોંગ્રેસના ચિરાગ પટેલ અને આપના અરુણ ગોહિલ વચ્ચે જંગ જામ્યો હતો. ભાજપાના ગઢ ગણાતા ખંભાતમાં વર્ષ 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસની જીત થઈ હતી.

કોંગ્રેસના અને AAPના અન્ય ધારાસભ્યો પણ ભાજપના રડાર પર છે. ભૂપત ભાયાણીના રાજીનામા બાદ ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી છે તો સ્વભાવિક છે કે જે પણ ધારાસભ્ય રાજીનામા આપશે તે ભાજપમાં જોડાશે. ભાજપે રાજીનામું આપનાર આપ અને કોંગ્રેસના નેતાઓ માટે વેલકમ પાર્ટીનું આયોજન નવા વર્ષની શરૂઆતમાં જ કરી હોવાની જાણકારી મળી રહી છે.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ વિસાવદરના AAPનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ MLA પદેથી રાજીનામું આપ્યું હતું. ગુજરાતની આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું હતું. વિધાનસભા અધ્યક્ષે ભૂપત ભાયાણીના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. ભાયાણીના રાજીનામાં બાદ વિધાનસભાનું સંખ્યાબળ ખંડીત થઈને 181 થયું છે. ભૂપત ભાયાણીએ રાજીનામા પર કહ્યું હતું કે, મેં મારા કાર્યકર્તા અને મતદારોને પૂછીને આ નિર્ણય કર્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
IPL 2024: આઈપીએલ પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
IPL પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Heat Wave | આગામી પાંચ દિવસ ગરમીને લઈને સૌથી મોટી આગાહી, આ શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટAhmedabad Heat Wave | કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો કરી રહ્યા છે આવા પ્રયોગ, જુઓ વીડિયોMansukh Vasava | ચૈતર વસાવાને જ્યારે મન ફાવે ત્યારે ગમે તેને મારી દેવાનું ...દાદાગીરી તો એ કરે છે..Weather Updates | અમદાવાદીઓ આજે ઘરની બહાર નીકળતા પહેલા ચેતજો.. હીટવેવની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
IPL 2024: આઈપીએલ પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
IPL પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
નખ પર આવા નિશાન હોવા ખતરનાક છે, ડોક્ટરોએ કહ્યું કે તે કેન્સરની નિશાની છે
નખ પર આવા નિશાન હોવા ખતરનાક છે, ડોક્ટરોએ કહ્યું કે તે કેન્સરની નિશાની છે
Mohini Ekadashi 2024: આજે છે મોહિની એકાદશી, જાણો જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ શું છે ખાસ મહત્વ
Mohini Ekadashi 2024: આજે છે મોહિની એકાદશી, જાણો જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ શું છે ખાસ મહત્વ
ફરી ડરાવવા લાગ્યો કોરોના! સિંગાપોરમાં નવી લહેરને કારણે હાહાકાર, 7 દિવસમાં 25900 કેસ નોંધાયા
ફરી ડરાવવા લાગ્યો કોરોના! સિંગાપોરમાં નવી લહેરને કારણે હાહાકાર, 7 દિવસમાં 25900 કેસ નોંધાયા
Embed widget