ગાંધીનગરમાં કોંગ્રેસને જીતાડવાની 15 પાટીદાર નેતાઓ સહિત 80 જુદી-જુદી જ્ઞાતિના આગેવાનોને સોંપાઈ જવાબદારી, જાણો સંપૂર્ણ યાદી
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો પ્રચાર જામી ગયો છે. ત્યારે ચૂંટણ જીતવા કોંગ્રેસે વિવિધ સમાજના 80 આગેવાનોને જવાબદારી સોંપી છે.
ગાંધીનગરઃ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો પ્રચાર જામી ગયો છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે ત્યારે ચૂંટણ જીતવા કોંગ્રેસે વિવિધ સમાજના 80 આગેવાનોને જવાબદારી સોંપી છે. કોંગ્રેસે જ્ઞાતિ આધારિત પ્રચારની રણનીતિ અમલમાં મૂકતાં અલગ- અલગ સમાજના 80 આગેવાનો ગાંધીનગરમાં ચૂંટણી પ્રચાર કરશે.
કોંગ્રેસે જેમને જવાબદાજારી સોંપી છે તેમાં રાજ્યસભાના સાંસદ, પૂર્વ મંત્રીઓ, પૂર્વ સાંસદ, હાલના ધારાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારોનો સમાવેશ થાય છે. આ પૈકી ઠાકોર ક્ષત્રિય સમાજના 11 આગેવાનો, માલધારી સમાજના 9 આગેવાનોને જવાબદારી સોંપી છે. રાજપૂત ક્ષત્રિય સમાજના 10, એસસી સમાજના 10 આગેવાનોને પ્રચારની જવાબદારી સોંપી છે. બ્રાહ્મણ અને વાણિક સમાજના 15, પાટીદાર સમાજના 15 આગેવાનોને પ્રચારની જવાબદારી સોપાઈ છે. આ ઉપરાંત અન્ય સમાજના 10 આગેવાનોને પણ ગાંધીનગરમાં ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપાઈ છે.
જે તે સમાજના આગેવાનો પોતાના સમાજના લોકોને કોંગ્રેસને મત આપવા વિનંતી કરશે.
કોંગ્રેસે જેમને જવાબદારી સોંપી છે તે આગેવાનોની સંપૂર્ણ યાદી નીટે પ્રમાણે છે.
ઠાકોર ક્ષત્રિય આગેવાન
ભરતસિંહ સોલંકી
અમિત ચાવડા
જગદીશ ઠાકોર
બળદેવજી ઠાકોર
ગેનીબેન ઠાકોર
રાજેન્દ્રસિંહ ઠાકોર
ચંદનજી ઠાકોર
ભરતજી ઠાકોર
મહેન્દ્રસિંહ બારૈયા
બાબુજી ઠાકોર
માનસિંહ ઠાકોર
માલધારી સમાજના આગેવાન
અર્જુન મોઢવાડીયા
સાગર રાયકા
ગોવા રબારી
લાખા ભરવાડ
રઘુ દેસાઈ
લાલજી દેસાઈ
સંદીપ ભરવાડ
જીતુ રાયકા
વિઠ્ઠલભાઇ રબારી
રાજપુત ક્ષત્રિય સમાજના આગેવાન
શક્તિસિંહ ગોહિલ
ડો. સી જે ચાવડા
જયરાજસિંહ પરમાર
રાજેન્દ્રસિંહ પરમાર
જસપાલસિંહ પઢીયાર
ઇન્દ્રજીતસિંહ
નટવરસિંહ મહિડા
નટુભા વાઘેલા
પંકજસિંહ વાઘેલા
અમરસિંહ સોલંકી
એસસી સમાજના આગેવાનો
શૈલેષ પરમાર
રાજુભાઇ પરમાર
નૌશાદ સોલંકી
તરુણભાઈ વાઘેલા
જીગ્નેશ મેવાણી
રામભાઈ પરમાર
મનીષ મકવાણા
રમેશ ચાવડા
મણીભાઈ વાઘેલા
પ્રવીણ મૂછડીયા
બ્રહ્મ અને વણિક સમાજના આગેવાન
નરેશ રાવલ
ચેતન રાવલ
નિશિથ વ્યાસ
ગૌરાંગ પંડ્યા
રાજેશ જોશી
મનીષ દોશી
જગત શુકલા
મિહિર શાહ
નીતિન શાહ
નિમિશ શાહ
કૌશિક શાહ
દિપક બાબરીયા
હેમાંગ રાવલ
હિમાંશુ વ્યાસ
પંકજ શાહ
પાટીદાર સમાજના આગેવાન
સિદ્ધાર્થ પટેલ
હાર્દિક પટેલ
વિરજી ઠુમર
પરેશ ધાનાણી
લલિત કગથરા
લલિત વસોયા
હર્ષદ રિબડીયા
જસુભાઈ પટેલ
કિરીટ પટેલ
મહેશ પટેલ
હિમાંશુ પટેલ
મહેશભાઈ
બાલુભાઈ પટેલ
વંદના પટેલ
જીતુભાઇ પટેલ
અન્ય સમાજના આગેવાનો
હિંમતસિંહ પટેલ
દિનેશ શર્મા
રોહન ગુપ્તા
વિનય તોમર
રવિ ચૌધરી
માનાભાઈ મારવાડી
રાજેશ બ્રહ્મભટ્ટ
શંભુભાઈ પ્રજાપતિ
મધુસુદન મિસ્ત્રી