Gujarat Election: કોંગ્રેસે વધુ 33 ઉમેદવારોની યાદી કરી જાહેર, જીગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોરને મળી ટિકિટ
Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે આજે વધુ 33 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. પાટણ બેઠક પરથી કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવી છે.
Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે આજે વધુ 33 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં વાવ બેઠક પરથી ગેની બેન ઠાકોર, વડગામ બેઠક પરથી જીગ્નેશ મેવાણી, થરાદ બેઠક પરથી ગુલાબસિંહ રાજપુત અને પાટણ બેઠક પરથી કિરીટ પટેલ,રધુ દેસાઇથી રાધનપુર, મોહનસિંહના વેવાઇ સુખરાખનુ જેતપુર (ST), માણસાથી ઠાકોર બાબુસિંહ, કલોલથી બળદેવજીનુ નામ જાહેર કરવામાં આવ્યું છે.
AICC PRESS RELEASE
— INC Sandesh (@INCSandesh) November 13, 2022
ASSEMBLY ELECTIONS-2022
GUJARAT
The CEC has selected the following candidates for the ensuing elections to the Legislative Assembly of Gujarat. pic.twitter.com/76hwlwyG6q
કોંગ્રેસે વધુ એક યાદી કરી જાહેર
ગુજરાત વિધાનસભાની ચૂટણીને લઈને કોંગ્રેસે 5 નવા નામ જાહેર કર્યા છે. તો બીજી તરફ બોટાદમાં ઉમેદવાર બદલવામાં આવ્યા છે. ગારીયાધાર બેઠક પર હાલમાં કોંગ્રેસમાં જોડાયેલા મનુભાઈ ચાવડાના પુત્રને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત મોરબીમાં 6 વખત ચૂંટણી હારેલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. જેન્તી જેરાજ પટેલ 6 વખત કોંગ્રેસમાંથી ચૂંટણી હારી ચૂક્યા છે. આજે ફરી સાતમી વખત તેમને ટિકિટ આપવામાં આવી છે. પ્રથમ તબક્કાની યાદી સંપુર્ણ જાહેર કરી દેવામાં આવી છે.
કોંગ્રેસના બોટાદ બેઠકના નારાજ દાવેદાર મનહર પટેલે અશોક ગેહલોત સાથે કરી મુલાકાત
કોંગ્રેસના બોટાદ બેઠકના નારાજ દાવેદાર મનહર પટેલે અશોક ગેહલોત સાથે કરી મુલાકાત કરી છે. ગેહલોત સાથેની મુલાકાત બાદ મનહર પટેલે નિવેદન આપતાં જણાવ્યું, 2017માં અશોક ગેહલોતે મને ટેલિફોનીક મેન્ડેટ આપ્યું હતું. મારી સાથે 2017નું પુનરાવર્તન થયું છે. અમે બીજી વખત અપમાનિત પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યો છે. બોટાદ જઈને ટેકેદારોને મળી સાંજે 7 વાગે મારો આખરી નિર્ણય જાહેર કરીશ. તેમણે કહ્યું, ખેસ વગર પણ આગળ વધી શકાય છે. અશોક ગેહલોતના કહેવાથી પ્રમુખ જગદીશ ઠાકોરને મળવાનો છું.
જાણો કઈ બેઠક પર ભાજપને ઉમેદવાર બદલવાની પડી ફરજ
ઉમેદવારોના માન જાહેર થયા બાદ ઘણી બેઠકો પર સ્થાનિક લોકોથી લઈને નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. જેના કારણે ઘણી જગ્યાએ પાર્ટીને ઉમેદવાર બદલવાની ફરજ પણ પડી છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે. વઢવાણ બેઠક માટે ભાજપે જાહેર કરેલા જિજ્ઞા પંડ્યાનુ નામ પાછુ ખેંચવામાં આવ્યું છે. તેની જગ્યાએ જગદીશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, સમગ્ર સૌરાષ્ટ્રમા સતવારા સમાજને એક પણ ટિકિટ ન મળતા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણાને ઉમેદવારોની તક મળે તેવી માગ તેમના સમાજના આગેવાનોએ કરી હતી. ભાજપના વઢવાણના ઉમેદવાર કમલમ ખાતે પણ પહોંચ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દલવાડી સમાજના ઉમેદવાર બનાવવાની સ્થાનિકોની માગ હતી. તો બીજી તરફ વઢવાણ બેઠકમાં ભાજપના ઉમેદવાર જિજ્ઞાબેન પડ્યાએ નિવેદન આપતા કહ્યું કે, પક્ષ જે નિર્ણય કરે તે યોગ્ય છે. જો કે આ દરમિયાન તેમનો એક પત્ર પણ સામે આવ્યો છે જેમાં તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી અને કોઈ બીજા ઉમેદવારને ટિકિટ આપવા કહ્યું હતું.