શોધખોળ કરો
Advertisement
માણસા કોર્ટમાંથી જામીન મળતા જ સિદ્ધપુર પોલીસે હાર્દિક પટેલની કરી ધરપકડ, જાણો વિગત
કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલની વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સિધ્ધપુર પોલીસે હાર્દિક પટેલની ધરપકડ કરી છે.
અમદાવાદ: કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલની વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સિધ્ધપુર પોલીસે હાર્દિક પટેલની ધરપકડ કરી છે. વિધાનસભા ચુંટણીમાં પરવાનગી વગર સભા કરવાના મુદ્દે આચારસંહિતાનો ગુનો નોંધાયો હતો. અત્યાર સુધી 3 જિલ્લામાં હાર્દિક પટેલની જુદાજુદા કેસોમાં ધરપકડ થઈ ચૂકી છે.
વર્ષ-2017માં મંજૂરી વગર જાહેરસભા યોજવા બદલ માણસા પોલીસે ગુરુવારે હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. અહીંથી તેને મુક્ત કરાતા પાટણ જિલ્લાની સિધ્ધપુર પોલીસે ધરપકડ કરી હતી. તેની સામે સિધ્ધપુરમાં ચૂંટણીમાં મંજૂરી વગર સભા કરવા બદલ ધરપકડ કરાઈ છે. માણસા કોર્ટમાંથી જામીન પર છૂટકારો થતાં કોર્ટ પટ્ટાગણમાં જ સિધ્ધપુર પોલીસે હાર્દિક પટેલની ધરપકડ કરી હતી.
વિધાનસભાની ચૂંટણી પહેલા માણસામાં મંજુરી વગર જાહેરસભા યોજવામાં આવી હતી. જેથી મામલતદાર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. હાર્દિક પટેલ હાજર રહ્યો નહીં હોવાથી ગુરુવારે સાંજે માણસા પોલીસે તેની ધરપકડ કરી હતી.
વર્ષ 2016માં પાટીદાર અનામત આંદોલન સમયના રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે કોર્ટે વોરંટ કાઢ્યું હતું. પોલીસે વિરમગામ પાસેથી હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. હાર્દિકને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 24મી સુધી જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ કર્યો હતો. જો કે, તેણે કોર્ટમાં હાજર રહેવાની બાંહેધરી આપતા અને ભૂલ ન કરવાની શરતે જામીન આપતા એક રાત જેલમાં વીતાવીને બીજા દિવસે મુક્ત થતાં મોડાસા પોલીસે ધરપકડ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement