Vijay Rupani Resignation: મુખ્યમંત્રી પદેથી વિજયભાઈ રુપાણીના રાજીનામા બાદ હાર્દિક પટેલે શું કહ્યું ?
ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. તેમણે આ અંગે પત્રકાર પરીષદમાં જાહેરાત કરી હતી. ત્યારે હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને પણ ચર્ચા તેજ થઈ છે.
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. તેમણે આ અંગે પત્રકાર પરીષદમાં જાહેરાત કરી હતી. ત્યારે હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને પણ ચર્ચા તેજ થઈ છે. હવે ભાજપ કોને મુખ્યમંત્રીનો પદભાર સોંપે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે.
ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજયભાઈના રાજીનામા બાદ ટ્વિટ કર્યું છે. હાર્દિક પટેલે ટ્વિટ કરતા કહ્યું ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનું રાજીનામાંથી એ નક્કી થઈ ગયું છે કે ભાજપ ગુજરાતમાં સરકાર ચલાવવા માટે નિષ્ફળ સાબિત થઈ છે. કોરોનાકાળમાં ઓક્સિજનની અછતથી મોત, લાશોના ઢગલા, શ્મસાનમાંથી આવતી ભયંકર તસવીરોથી સમગ્ર વિશ્વમાં ગુજરાતની છબી ખરાબ થઈ છે.
સતત વધતી મોંઘવારી, વેપારીઓ પર આવેલા સંકટ, યુવાનોમાં વધતી બેરોજગારી, બંધ થતા ઉદ્યોગોથી રાજ્યના લોકો મુશ્કેલીમાં છે. દિલ્હીના રિમોર્ટ કન્ટ્રોલથી ચાલતી ગુજરાત સરકાર આમ ક્યાં સુધી પોતાની નિષ્ફતા છુપાવતી રહેશે ?
ગુજરાતમાં વર્ષ 2014 બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી બદલવાની પરિસ્થિતિ અમારા આંદોલનના કારણે આવી હતી અને હવે એક વખત ફરી જનતાની ભારે નારાજગી બાદ મુખ્યમંત્રીએ રાજીનામું આપવું પડ્યું છે.પરંતુ સાચુ પરિવર્તન આગામી વર્ષે ચૂંટણી બાદ આવશે, જ્યારે લોકો ભાજપને સત્તામાંથી દૂર કરશે.
ગુજરાત(Gujarat)માં મુખ્યમંત્રીના સંભવિત ચહેરાઓમાં સૌથી મોટું નામ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું (Mansukh Mandaviya)નું માનવામાં આવ છે. તેઓ લેઉઆ પાટીદાર સમાજમાંથી આવે છે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી અને હાલ લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલનું (Prafful Patel) નામ પણ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે સૌથી વધારે ચર્ચામાં છે.
પરેશ ધાનાણીએ કહ્યું, ગુજરાતમાં કોરોનામાં નિષ્ફળતા મળતા વિજય રુપાણીનો ભોગ લેવાયો. ગુજરાતમાં હવે કોમવાદ અને ભાગલાવાદ થવાની આશંકા ગુજરાત સરકાર તાળી અને થાળીમાં વ્યસ્ત રહી હતી.
હવે ભાજપ કોને મુખ્યમંત્રીનો પદભાર સોંપે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે, તેને લઈને તેમણે જણાવ્યું હતું કે, મોવડી મંડળ નક્કી કરશે.