(Source: Poll of Polls)
ગાંધીનગરઃ સિંચાઈના પાણી માટે કોંગ્રેસના કયા MLAએ કહ્યું નર્મદા કેનાલમાં પાણી નાખીને સી-પ્લેન ઉડાવો, જાણો MLAએ શું માંગ કરી
ગાંધીનગરઃ ગુજરાતમાં ઉનાળાએ દસ્તક દિધી છે અને ગરમીનો પારો સતત વધી રહ્યો છે. એવામાં ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે મળતું નર્મદા કેનાલનું પાણી ઉનાળામાં બંધ કરવામાં આવે છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં ઉનાળાએ દસ્તક દિધી છે અને ગરમીનો પારો સતત વધી રહ્યો છે. એવામાં ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે મળતું નર્મદા કેનાલનું પાણી ઉનાળામાં બંધ કરવામાં આવે છે. ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પુરતુ પાણી આપવાની માંગ સાથે આજે કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મીડિયા સમક્ષ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈનું પાણી અને ખેડૂતોને મળતી 8 કલાકની વીજળી એમ બંનેની કટોકટી છે.
નર્મદા કેનાલમાં જ પાણી નાખો અને સી-પ્લેન ઉડાવોઃ
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર સિંચાઈ માટે ખેડૂતોને નર્મદા કેનાલથી મળતા પાણીની ફરિયાદો ઉઠતી રહે છે. હવે ઉનાળાની શરુઆતમાં જ ખેડૂતોને પુરતા પ્રમાણમાં પાણી નથી મળી રહ્યું. આજે વિધાનસભા સંકુલમાં મીડિયા સાથે વાતચીતમાં ગુલાબસિંહ રાજપૂતે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પાણી આપવા માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટમાં નર્મદા કેનાલનું પાણી નાખવામાં આવે છે અને સી-પ્લેન ઉડાવામાં આવે છે. ત્યારે અમારી માંગ છે કે નર્મદા કેનાલમાં જ પાણી નાખો અને સી-પ્લેન ઉડાવો. થરાદ, વાવ, સુઈગામ અને લાખણીમાં આજથી પાણી બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે જેથી ખેડૂતોને ઉનાળામાં પાણી નહી મળે. સુજલામ સુફલામ કેનાલમાં માત્ર ચૂંટણી આવે ત્યારે જ પાણી નખાય છે. ગુલાબસિંહે માંગ કરી હતી કે, મુખ્યમંત્રી આગામી મહિના સુધી પાણી આપવા નિર્ણય કરે.
ગુલાબસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે, હાલ બનાસકાંઠામાં ખેડૂતોને 8 કલાક માટે મળતી વીજળી પણ નથી મળી રહી અને ટુકડે-ટુકડે ફક્ત 4 કલાક જ વીજળી મળે છે. પુરતી વીજળી ના મળતાં ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન થઈ રહ્યું છે. સળંગ આઠ કલાક વીજળી આપવા માટે ખેડૂતો અવાર-નવાર માંગ કરતા રહે છે.
આ પણ વાંચોઃ