શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસ આજે પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે, જાણો સંભવિત ઉમેદવારોના નામ
આઠેય બેઠકો પર કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપતા પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે તમામ બેઠકો પર જીત મેળવવી પાર્ટી માટે એક મોટો પડકાર રહેશે.
અમદાવાદઃ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ આઠમાંથી સાત બેઠક પર પોતાના ઉમેદવારના નામ જાહેર કરી ચૂકી છે. તો કૉંગ્રેસ આજે મોડી સાંજ સુધીમાં ઉમેદવારોના નામની યાદી જાહેર કરે તેવી શક્યતા છે.
તમામ આઠ બેઠક પર કૉંગ્રેસના સંભવિત ઉમેદવારમાં અબડાસા બેઠક પર શાંતિલાલ સંઘાણી, કરજણ બેઠક પર જગદીશ પટેલ, લીંબડી બેઠક પર જયરામ મેણિયા, મોરબી બેઠક પર જેન્તીલાલ પટેલ, ગઢડા બેઠક પર મોહનભાઈ સોલંકી, ધારી બેઠક પર સુરેશ કોટડીયા, કપરાડા બેઠક પર હરીશભાઈ પટેલ અને ડાંગ બેઠક પર ચંદરભાઈ ગામિતના નામ નક્કી મનાઈ રહ્યા છે.
જો કે, પાર્ટી તરફથી હજી નામની સત્તા વાર જાહેરાત થવાની બાકી છે. આઠેય બેઠકો પર કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપતા પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે તમામ બેઠકો પર જીત મેળવવી પાર્ટી માટે એક મોટો પડકાર રહેશે.
નોંધનીય છે કે, આ પહેલા ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરા કરી હતી. જેમાં ડાંગ બેઠક પરથી વિજય પટેલ, મોરબી બેઠક પર બ્રિજેશ મેરઝા , ધારી બેઠક પર જે.વી.કાકડિયા, અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા , કપરાડા બેઠક પર જીતુ ચૌધરી, ગઢડાથી આત્મારામ પરમાર, કરજણ બેઠક પર અક્ષય પટેલને ટિકિટ આપવાની જાહેરાત કરાઈ છે. લીંબડી બેઠક પર ઉમેદવાર જાહેર કરાયા નથી.
સોમવારે ગુજરાત પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ બેઠક યોજાઈ હતી. ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં આઠ બેઠકોના ઉમેદવાર સંદર્ભે ચર્ચા હાથ ધરાઈ હતી અને બેઠકોના ઉમેદવારોની પેનલ બનાવવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા પછી આ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion