Controversy : 'ઋષિ અચાનક પેશાબ કરતાં કરતાં હસવા મંડ્યા ને કૂદકા મારે', વધુ એક સ્વામીનો વિવાદિત વીડિયો આવ્યો સામે
વધુ એક સ્વામીનો વિવાદિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં સ્વામી ઇન્દ્ર અને બ્રહ્માજી અંગે વિવાદિત ટિપ્પણી કરતા સાંભળી શકાય છે.
રાજકોટઃ વધુ એક સ્વામીનો વિવાદિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં સ્વામી ઇન્દ્ર અને બ્રહ્માજી અંગે વિવાદિત ટિપ્પણી કરતા સાંભળી શકાય છે. વિવેક સાગર સ્વામી રાજકોટ જુના મંદિરમા પોતાના એક વક્તવ્યમાં સ્વામી પંથની વ્યાસપીઠ પરથી ઈન્દ્રની અને બ્રહ્માજી ની વિવાદી ટિપ્પણી કરી હતી.
વીડિયો થોડા સમય પહેલાનો હોવાની હકીકત આવી સામે. કૃષ્ણ સ્વરૂપ સ્વામી ભુજ જુના મંદિરમા પોતાના એક વક્તવ્યમાં સ્વામી પંથની વ્યાસપીઠ પરથી ઈન્દ્રની અને બ્રહ્માજી ની વિવાદી ટિપ્પણી કરી હતી. આ વીડિયોમાં કૃષ્ણ સ્વરૂપ સ્વામી કહી રહ્યા છે કે, બગદાલુ ઋષિ કચ્છના નારાયણ સરોવરની યાત્રાએ નીકળ્યા. તેમની સાથે ચેલા પણ હતા. રસ્તામાં ઋષિને લઘુશંકા આવતાં તેમણે પોતાના કમંડળ અને જોળી આપી લઘુશંકા કરવા ગયા. જોકે, આશ્ચર્ય એવું થયું કે, પેશાબ કરતા કરતા હસવા માંડ્યા ને કૂદકા મારે. ચેલાને થયું કે, ગુરુની 60 વર્ષે ડગ્રી ઢૂસ થઈ ગઈ છે.
વધુમાં તેઓ કહી રહ્યા છે કે, આવું ઘણીવાર ચાલ્યું. એક ચેલાએ પૂછ્યું, તમે આજે નવી લીલા કરી. ગુરુએ કહ્યું કે, તમને શંકા થશે. ગજબનું રહસ્ય હતું. મારા પેશાબમાં બ્રહ્મા તણાયા. એ જોઇને હું હસતો હતો. ચેલાએ પૂછ્યું, એટલે? એકે પેશાબમાં મકોડો તણાતો હતો. એ જોઇને હું હસતો હતો. એ બ્રહ્મા હતો. બગદાલુ ઋષિ ત્રિકાળ દ્રષ્ટીવાળા હતા. જે મકોડો હતો, એનો પૂર્વ જન્મ જોયો તો એ પૂર્વ ઇન્દ્ર હતો. એટલે એને પેશાબમાં તણાતો જોઇ મને આશ્ચર્યું થયું કે, આ તો જો ઇન્દ્ર પદવી હતી. પણ આજે એ જ ઇન્દ્ર પેશાબમાં તણાયો.
Gujarat: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ શિવજીનું કર્યું અપમાન, વીડિયો વાયરલ થતા ભક્તોમાં રોષ
ગાંધીનગરઃ સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ શિવજીનું અપમાન કર્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીની ડંફાસથી ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહાદેવ કુસ્તીમાં હાર્યા હોવાનો વાણીવિલાસ કર્યો હતો. રૂગનાથચરણ દાસજી સ્વામી ડંફાસ મારતા હોવાનો વીડિયો વાયરલ થતા વિવાદ પેદા થયો છે. સાધુ સમાજે આ નિવેદનની ભારે ટીકા કરી હતી. આ વીડિયોમાં કોઇ સ્વામી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણ ઈશ્વરના નામે ટીકા કરી રહ્યા છે.
આ અગાઉ સોખડા મંદિરથી જુદા થયેલા પ્રબોધસ્વામી જૂથના આનંદસાગરસ્વામીનો અમેરિકામાં પ્રવચન દરમિયાન શિવજી અંગે ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
સત્સંગ સભામાં આનંદ સાગર સ્વામીએ આણંદ જિલ્લાનાં કરમસદ વિદ્યાનગર ખાતે આવેલા સોખડા સંસ્થા સંચાલિત આત્મીય ધામમાં રહી અભ્યાસ કરતા મૂળ કચ્છનાં વિધાર્થી નીશીતને પ્રબોધ સ્વામીએ રાત્રીનાં સમયે આજ્ઞા કરી આત્મિય ધામનાં દરવાજા પાસે જા . નીશીત પ્રબોધવામીની સૂચના મુજબ દરવાજા પાસે ગયો જ્યાં ભગવાન શંકરનાં નીશીતને દર્શન થયા.
આનંદ સાગર સ્વામીનાં અમેરિકા સ્થિત સત્સંગ સભાનાં વિડીયો મુજબ નીશીત એ શંકર ભગવાનને કહ્યું આપ પ્રબોધ સ્વામીને મળવા ચાલો. શંકર ભગવાને કહ્યું પ્રબોધ સ્વામીનાં દર્શન મારા ભાગ્યમાં નથી, તેમ શંકર ભગવાન કહી નીશીતને શંકર ભગવાન પગે લાગી જતા રહ્યાં. આનંદ સાગર સ્વામીનાં વાયરલ વિડીયો મુજબ શંકર ભગવાન કરતા પ્રબોધ સ્વામી મોટા છે તે અર્થ નીકળતા સમગ્ર ગૂજરાતમાં સનાતન ધર્મનાં લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે.