ગમે ત્યારે ગામમાં જઈને અમારા યુવાનોને પકડતા નહીં, શાંતિ ડહોળવાનો પ્રયાસ ના કરશોઃ કરણસિંહ ચાવડા
આ મુદ્દે યુવા ક્ષત્રિય સમાજ અભિજિત સિંહ બારડે જણાવ્યું કે, આખા રાજ્યમાં એડી ચોટીનું જોર લગાવીને ભાજપને હરાવિશું.
Lok Sabha Elections 2024: અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠક બાદ પ્રવક્તા કરણસિંહ ચાવડાએ બેઠક અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આજે અલગ અલગ સંસ્થાઓના આગેવાનો સાથે 4 વાગ્યાથી મીટીંગ થઈ હતી. ઓપરેશન ભાજપને આગળ લઈ જવા માટે મિટિંગ મળી હતી. અલગ અલગ સમાજો સાથે આવ્યા છે. 20થી વધુ સંસ્થાઓના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ મુદ્દે યુવા ક્ષત્રિય સમાજ અભિજિત સિંહ બારડે જણાવ્યું કે, આખા રાજ્યમાં એડી ચોટીનું જોર લગાવીને ભાજપને હરાવિશું. તો માલધારી સમાજના દશરથ દેસાઈ કહ્યું કે, હરહંમેશ ક્ષત્રિય સમાજ અમારી સાથે રહ્યો છે. અમે એમની સાથે છીએ, અમે એમના ઋણી છીએ.
આગળની રણનીતિ જણાવતા કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે, ક્ષત્રિય ઠાકોર સમાજ, માલધારી સમાજ, રાજસ્થાન રાજપૂત વિકાસ પરિષદ સહિતના સમાજો સાથે છે. આ સમાજની બહેનો પણ પરમ દિવસથી 1 દિવસ પર પ્રતીક ઉપવાસ પર બેસશે. પાટીદાર સમાજનો પણ ટેકો મળશે એવી આશા છે. 24 તારીખથી ગુજરાતનાં આસ્થાનાં સ્થાનોથી ધર્મ રથ નીકળશે. ગૃહ વિભાગ અને dgpને વિનંતી કે ગમે ત્યારે ગામમાં જઈને અમારા યુવાનો ને ના પકડે અને શાંતિ ડહોળવા નો પ્રયાસ ના કરશો.
નોંધનીય છે કે, રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી પરત ન ખેંચતા ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે. ક્ષત્રિય આંદોલન ભાજપને ભારે પડવાનો પી.ટી.જાડેજાએ દાવો કર્યો હતો. સાથે જ લોકસભાની ચૂંટણીમાં 8 બેઠક પર ભાજપને હરાવી શકીશું તેવો પણ તેમણે દાવો કર્યો હતો. ધર્મ રથ થકી ભાજપના વિરોધ કરવાનો અને ક્ષત્રિય સમાજમાં કોઈ ભાગલા ન પડ્યાનો પી.ટી.જાડેજાએ દાવો કર્યો હતો. ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આવતીકાલે ખોડલધામ દર્શન કરવા માટે જશે. નરેશભાઈ પટેલને આવતીકાલે મળવું કે કેમ તે સંકલન સમિતિ નક્કી કરશે.
તેમણે દાવો કર્યો હતો કે ક્ષત્રિય આંદોલનથી ભાજપને 8 બેઠકો પર હરાવી શકાશે. રૂપાલા ઉમેદવારી પાછી ન ખેચે તો ભાજપ વિરૂદ્ધ મતદાન કરવામાં આવશે. ક્ષત્રિય સમાજમાં કોઈ ભાગલા ન પડ્યાનો તેમણે દાવો કર્યો હતો. રાજકોટ,જામનગર,પાટણ, બનાસકાંઠા બેઠક પર અસર કરીશું. ક્ષત્રિય સમાજનું આંદોલન પાર્ટ-2 શરૂ થયું છે. આ આંદોલન નવી રણનીતિ સાથે શરૂ કરાશે. આંદોલન ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચાડાશે. ઉત્તર,મધ્ય અને દ.ગુજરાતમાં કાર્યક્રમો અપાશે. ધર્મરથ થકી ભાજપ વિરૂદ્ધ મતદાનની અપીલ કરાશે. સરકાર અમારી વાત કેમ નથી સ્વીકારતી. અમારા અલ્ટીમેટમને ભાજપે માન્ય રાખ્યો નથી.