શોધખોળ કરો

Corona Case: રાજ્યમાં કોરોનાના કેસમાં એક દિવસમાં નવા કેસોમાં 66 ટકાનો વધારો

કોરોનાના કેસ રાજ્યમાં સતત વધી રહ્યા છે, અમદાવાદની વાત કરીએ તો અહીં સૌથી વધુ 220 કેસ નોંધાયા છે, અને મૃત્યુ પામનાર લોકોની વાત કરીએ તો, અમદાવાદ અને કચ્છના એક એક જણાનું મોત થયુ છે. 

Gujarat Corona Case: ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, રાજ્યમાં એક દિવસમાં કોરોનાના કેસમાં 66 ટકા સુધીનો વધારો થઇ જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. કોરોના રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યામાં કોરોનાના નવા 402 કેસો નોંધાયા છે, અને આમાં 2 લોકોના મોત થયા છે. 

કોરોનાના કેસ રાજ્યમાં સતત વધી રહ્યા છે, અમદાવાદની વાત કરીએ તો અહીં સૌથી વધુ 220 કેસ નોંધાયા છે, અને મૃત્યુ પામનાર લોકોની વાત કરીએ તો, અમદાવાદ અને કચ્છના એક એક જણાનું મોત થયુ છે. 

કોરોના કેસમાં અમદાવાદમાં સૌથી વધુ નવા 220 કેસ, રાજકોટ જિલ્લામાં 40, સુરતમાં નવા 32 કેસ, મોરબી જિલ્લામાં 28 કેસ, અમરેલી જિલ્લામાં 15 કેસ, મહેસાણા જિલ્લામાં નવા 12 કેસો નોંધાયા છે. વડોદરા જિલ્લામાં 23, સાબરકાંઠા જિલ્લામાં 9 કેસ, ગાંધીનગર જિલ્લામાં નવા 8 કેસો નોધાયા છે. છેલ્લા 25 દિવસમાં કોરોનાના નવા બે 2 હજાર 370 કેસો નોંધાયા છે. 

અમદાવાદમાં એક જ દિવસમાં 250 ટકાનો વધારો, અમદાવાદમાં સૌથી વધુ 220 કેસ નોંધાયા છે, અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા 780 પર પહોંચી છે, રાજકોટમાં 164, સુરતમાં 140 એક્ટિવ કેસ, વડોદરામાં 110 કેસ અને મોરબીમાં 78 એક્ટિવ કેસોની સંખ્યા થઇ ગઇ છે.

Corona : કોરોના સાથે H3N2એ ઉચક્યું માથું, અચાનક કેમ વધવા લાગ્યા તાવ-શરદીના કેસ?

Corona Virus and H3N2 : કોરોના વાયરસે ફરી એકવાર ડરાવવાનું શરૂ કર્યું છે. જ્યારથી આ વાયરસે દેખા દિધી છે ત્યારથી દર વર્ષે આ વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. લગભગ દર વર્ષે જોવા મળે છે કે, અચાનક જ કોરોનાના કેસ વધવા લાગે છે. કંઈક આવું જ ફરી એકવાર જોવા મળી રહ્યું છે. પરંતુ હવે સૌકોઈ કોરોના સાથે જીવતા પન શીખી ગયા છે. પરંતુ જેમ જેમ કેસ ઓછા થવા લાગે છે તેમ તેમ કોરોનાના ડરની સાથે સાથે ચિંતા પણ ઓછી થતી જાય છે અને સાથે જ આ બાબતે લોકો બેદરકાર બનવા લાગે છે.

એક સમય હતો જ્યારે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા હતા અને માસ્ક પહેરતા હતા. પરંતુ હવે લોકો ધીમે ધીમે આ બધું ભૂલી રહ્યા છે અને તેના કારણે હવે જોવા મળી રહ્યું છે કે એક તરફ કોરોના છે તો બીજી તરફ h3n2 વાયરસના કેસ પણ સામે આવી રહ્યા છે. આ કેસ ઝડપથી વધી રહ્યા છે અને બંનેના લક્ષણો એકસરખા છે.

કેમ અચાનક વધવા લાગ્યા કેસ? શું કહે છે આ રિપોર્ટ?

INSACOG રિપોર્ટ અનુસાર, 76 સેમ્પલના જીનોમ સિક્વન્સિંગમાં જાણવા મળ્યું છે કે, કોવિડનું નવું વેરિઅન્ટ XBB1.16 કારણ છે અને તેના કારણે કેસ વધવા લાગ્યા છે.

XBB1.16 કોવિડનું નવું સ્વરૂપ છે, તેના કારણે છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાના નવા કેસોમાં વધારા પાછળ તેના પેટા વેરિઅન્ટ XBB.1.16 અને XBB.1.15 હોવાની શક્યતા અગાઉ પણ વ્યક્ત કરવામાં આવી રહી હતી. તમને જણાવી દઈએ કે XBB.1.16 વેરિઅન્ટ કારણ 76 કેસોના જીનોમ સિક્વન્સિંગમાં જણાવવામાં આવી રહ્યું છે.

આ પ્રકાર ક્યારે મળ્યો?

XBB 1.16 વેરિઅન્ટ પ્રથમ જાન્યુઆરીમાં શોધી કાઢવામાં આવ્યું હતું જ્યારે બે સેમ્પલનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ફેબ્રુઆરીમાં કુલ 59 સેમ્પલ અને માર્ચમાં 15 કેસ જોવા મળ્યા હતા. જ્યારે બ્રુનેઈ, યુએસ અને સિંગાપોરમાં પણ આ વેરિઅન્ટના કેસ નોંધાયા છે. INSACOG ડેટા અનુસાર, COVID-19 ના XBB.1.16 પ્રકારના કુલ 76 કેસ મળી આવ્યા છે.

ક્યાં ક્યાં સામે આવી રહી છે આવી ઘટનાઓ?

કર્ણાટક (30), મહારાષ્ટ્ર (29), પુડુચેરી (7), દિલ્હી (5), તેલંગાણા (2), ગુજરાત (1), હિમાચલ પ્રદેશ (1) અને ઓડિશા (1).

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : મનફાવે ત્યાં ટોલ?Student Suicide Case : રાજકોટના ઉપલેટામાં વિદ્યાર્થીની આત્મહત્યા પહેલાનો વીડિયો આવ્યો સામેYuvrajsinh Jadeja Allegations: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતીમાં કૌભાંડ:  વિદ્યાર્થી નેતા​​​​​​ યુવરાજસિંહનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ
હવે Androidમાં આવી ગયું iPhone જેવું આ ફીચર, ફ્રેન્ડ્સ અને ફેમિલીને રાખશે સુરક્ષિત
હવે Androidમાં આવી ગયું iPhone જેવું આ ફીચર, ફ્રેન્ડ્સ અને ફેમિલીને રાખશે સુરક્ષિત
RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
ઓનલાઇન સ્કેમથી મળશે છૂટકારો, WhatsApp એ આ સરકારી એજન્સી સાથે હાથ મિલાવ્યો
ઓનલાઇન સ્કેમથી મળશે છૂટકારો, WhatsApp એ આ સરકારી એજન્સી સાથે હાથ મિલાવ્યો
Embed widget