ગુજરાતમાં કોરોનાના દર્દીઓને નવો ખતરનાક રોગ, સડો થઈ જવાથી જડબું કાઢી નાંખવું પડે છે, જાણો ક્યો છે આ રોગ ?
કોરોનાની સાથે દર્દીને આ રોગ આવતા દર્દીને જોખમ ખૂબ જ વધી જાય છે અને બચવાની શકયતાઓ ખૂબ જ ઓછી છે.
અમદાવાદઃ કોરોનાની બીજી લહેરમાં લોકો ટપોટપ મરી રહ્યાં છે ત્યારે હવે કોરોનાની સાથે મ્યુકોરમાઇકોસિસના કેસો પણ નોંધાતાં લોકોની તકલીફો વધી છે. ગુજરાતમાં વડોદરા અને રાજકોટમાં મોટા પ્રમાણમાં મ્યુકોરમાઇકોસિસના કેસો મળી આવતાં ડોક્ટરો ચોંકી ઉઠ્યા છે. કોરોનાના દર્દીઓને આ રોગ થતાં તેમના માટે જે જીવલેણ સાબિત થઈ રહ્યો છે.
રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના 300 કરતા વધુ કેસ છે. કોરોનાની સાથે દર્દીને આ રોગ આવતા દર્દીને જોખમ ખૂબ જ વધી જાય છે અને બચવાની શકયતાઓ ખૂબ જ ઓછી છે. છેલ્લા 15 દિવસથી આ રોગે અનેક લોકોનો ભોગ લીધો છે.
આ રોગના રોકવા માટે મુખ્ય ઇન્જેકશન જ રાજકોટમાં ક્યાંય નથી. છેલ્લા ત્રણ દિવસથી ઇન્જેશન ન હોવાથી દર્દીના સગા ઠેરઠેર ધક્કા ખાઈ રહ્યા છે. એન્ફોટેરિસીન-બી 50, લીપોસોમાલ એન્ફોટેરિસીન 50 મિલિગ્રામ ઇન્જેશન રાજકોટમાં ક્યાંય આ ઇન્જેશનની નથી. રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અંધારામાં દર્દીઓ અને તેમના સગા પરેશાન છે.
આ પહેલા કોરોના વાયરસના પ્રથમ સ્ટ્રેનમાં મ્યુકરમાઈકોસીસ આંખમાં જોવા મળતો હતો જે હવે બીજા સ્ટ્રેનમાં મોઢાવમાં જોવા મળ્યો છે. બીજી સ્ટ્રેનમાં મ્યુકરમાઈકોસીસનું જોખમ ખૂબ જ વધી ગયું છે. કોરોના સારવાર લીધા અથા અસર થયા બાદ 100 જેટલા દર્દીઓ એવા છે જેઓ મ્યુકરમાઈકોસીસનો ભોગ બન્યા છે. આ રોગ એવો ખતરનાક છે કે, જડબામાં સડો થઈ જવાના કારણે જડબા કાઢી નાખવા પડે તે પ્રકારએ મ્યુકરમાઇકોસીસ ફેલાયો છે. આ રોગમાં મોટાભાગના દર્દીઓને મોઢાના ભાગથી આંખ અને મગજ સુધી મ્યુકરમાઈકોસીસ પહોચ્યું છે.
વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના 50 દિવસમા 100 કેસ નોંધાયા છે. મ્યુકોરમાઈકોસિસના કારણે 20ના મોત થયા છે. સ્ટિરોઈડનો વધુ પડતો ઉપયોગ અને ડાયાબિટીસનાના દર્દીઓ માટે વધુ જોખમી સાબિત થાય છે મ્યુકોરમાઈકોસિસ.
કોરોનાના પ્રથમ વેવમાં કોરોના થયા બાદ દોઢથી બે મહિને લક્ષણ દર્દીઓને દેખાતા હતા. બીજા વેવમાં 15 થી 30 દિવસમાં લક્ષણો દેખાય છે. રાજકોટ સિવિલમાં કોરોનાથી પણ ખતરનાક મ્યુકોરમાઇકોસીસ માટે આજથી અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.