શોધખોળ કરો
ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ? એક જ દિવસમાં કયા જિલ્લામાં કેટલા નોંધાયા કેસ? જાણો
ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં કોરોનાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે મહેસાણામાં 49 કેસ, પાટણમાં 45 કેસ, બનાસકાંઠામાં 24, સાબરકાંઠામાં 10 અને અરવલ્લીમાં 1 કેસ નોંધાયા

સમગ્ર ગુજરાતમાં હાલ કોરોના હાહાકાર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે દિવસે ને દિવસે કોરોના સંક્રમણની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં કોરોનાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે મહેસાણામાં 49 કેસ, પાટણમાં 45 કેસ, બનાસકાંઠામાં 24, સાબરકાંઠામાં 10 અને અરવલ્લીમાં 1 કેસ નોંધાયા હતા. આ તમામ માહિતી https://gujcovid19.gujarat.gov.in/ પરથી લેવામાં આવેલ છે.
ઉત્તર ગુજરાતમાં મંગળવારે મહેસાણામાં 49 કેસ, પાટણમાં 45 કેસ, બનાસકાંઠામાં 24, સાબરકાંઠામાં 10 અને અરવલ્લીમાં 1 કેસ નોંધાયા હતા. મહેસામામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 7, 43, 429 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 7,42,982 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 501 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
મહેસાણામાં મંગળવારે 49 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે અત્યાર સુધીમં 636 એક્ટિવ કેસ છે. જેમાં અત્યાર સુધી કોરોનાથી 28 લોકોનાં મોત નિપજ્યાં છે.
મંગળવારે પાટણમાં નવા 45 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે અત્યાર સુધીમાં 159 એક્ટિવ કેસ છે. જેમાં કોરોનાથી અત્યાર સુધીમાં 40 લોકોનાં મોત નિપજ્યાં છે.
મંગળવારે બનાસકાંઠામાં નવા 24 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે અત્યાર સુધીમાં 101 એક્ટિવ કેસ છે. જેમાં કોરોનાથી અત્યાર સુધીમાં 19 લોકોનાં મોત નિપજ્યાં છે.
મંગળવારે સાબરકાંઠામાં નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે અત્યાર સુધીમાં 188 એક્ટિવ કેસ છે. જેમાં કોરોનાથી અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત નિપજ્યાં છે.
મંગળવારે અરવલ્લીમાં નવા 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો જ્યારે અત્યાર સુધીમાં 110 એક્ટિવ કેસ છે. જેમાં કોરોનાથી અત્યાર સુધીમાં 24 લોકોનાં મોત નિપજ્યાં છે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement