શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા જિલ્લાઓમાં કોરોનાના 50થી ઓછા એક્ટિવ છે કેસ? જાણો
કોરોના સંક્રમણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ બનાસકાંઠા કોરોનામુક્ત જિલ્લો બની ગયો છે. જ્યારે ગુજરાતના બીજા ઘણાં એવા જિલ્લા છે જે કોરોનામુક્ત બની શકે છે
ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણને રોકવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યાર કોરોના સંક્રમણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ બનાસકાંઠા કોરોનામુક્ત જિલ્લો બની ગયો છે. જ્યારે ગુજરાતના બીજા ઘણાં એવા જિલ્લા છે જે કોરોનામુક્ત બની શકે છે. આ જિલ્લાઓમાં હાલ 50થી ઓછા એક્ટિવ કેસો છે. તો આવો આપણ કયા જિલ્લામાં કેટલા એક્ટિવ કેસ છે તેની પર નજર કરીએ.....
ગુજરાતના બનાસકાંઠા જિલ્લા હાલ કોરોનામુક્ત બની ગયો છે. કોરોના મુક્ત બનતાં આરોગ્ય વિભાગ સહિત જિલ્લાવાસીઓએ હાશકારો અનુભવ્યો છે. હાલ બનાસકાંઠામાં એક એક્ટિવ કેસ નથી. બનાસકાંઠામાં અત્યાર સુધી 40845 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધીમાં 16 લોકોનાં મોત નિપજ્યાં છે.
ગુજરાતના છોટા ઉદેપુર, ડાંગ, પાટણ, પોરબંદર અને તાપી જિલ્લો પણ કોરોનામુક્ત બની શકે છે. આ જિલ્લાઓમાં 50થી ઓછા એક્ટિવ કેસ છે તો આ જિલ્લાઓ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે.
- દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં હાલ 19 એક્ટિવ કેસ છે. જ્યારે જિલ્લામાં કોરોનાથી એક પણ મૃત્યુ નિપજ્યું નથી. આ જિલ્લો ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે.
- છોટાઉદેપુરમાં હાલ કોરોનાના 49 એક્ટિવ કેસ છે. જ્યારે કોરોનાથી જિલ્લામાં 2 લોકોનાં મોત નિપજ્યાં છે. આ જિલ્લો પણ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે.
- ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં હાલ 30 એક્ટિવ કેસ છે જ્યારે 39 લોકોનાં કોરોનાથી મોત નિપજ્યાં છે.
- પોરબંદર જિલ્લો પણ ગમે ત્યારે કોરોના મુક્ત થઈ શકે છે. કારણે જિલ્લામાં હાલ માત્ર 15 જ એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં 4 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે.
- આ ઉપરાંત તાપી જિલ્લામાં માત્ર 21 જ એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં 4 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે. આ જિલ્લો પણ ગમે ત્યારે કોરોના મુક્ત થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement