શોધખોળ કરો
ગુજરાતમાં આજે 1083 લોકોએ આપી કોરોનાને મ્હાત, જાણો વિગતે
આજે રાજ્યમાં 1033 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ 168 કેસ સુરત કોર્પોરેશનમાં નોંધાયા છે.
![ગુજરાતમાં આજે 1083 લોકોએ આપી કોરોનાને મ્હાત, જાણો વિગતે coronavirus 1083 people were discharged from the hospital ગુજરાતમાં આજે 1083 લોકોએ આપી કોરોનાને મ્હાત, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/18033302/home-isolation.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે રાજ્યમાં 1033 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ 168 કેસ સુરત કોર્પોરેશનમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1083 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 78.40 ટકા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1083 લોકો હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પોતાને ઘરે પરત ફર્યા છે. જેમાં સૌથી વધુ દર્દીઓમાં સુરત કોર્પોરેશનમાં 298 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં આજે 165 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે.
પોરબંદરમાં નવા 8 કેસ નોંધાયા છે, જ્યારે 51 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વડોદરા કોર્પોરેશનમાં નવા 94 કેસ નોંધાયા છે, જ્યારે 67 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
ગુજરાતમાં આજે કોરોનાના 1033 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2802 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,366 એક્ટિવ કેસ છે, જ્યારે 62,579 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)