શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં આજે વધુ 1193 દર્દી થયા સ્વસ્થ, અત્યાર સુધી કુલ 73,501 લોકો થયા ડિસ્ચાર્જ
રાજ્યમાં રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે અને હાલ રિકવરી રેટ 80.48 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 73,501 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે. પ્રતિદિન હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. આજે વધુ 1190 નવા કેસ નોંધાયા હતા અને વધું 17 લોકોના મોત થયા હતા. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 91,329 પર પહોંચી છે ગઈ છે અને કોરોનાથી કુલ મૃત્યુઆંક 2964 પર પહોંચ્યો છે. જો કે તેની વચ્ચે રાહતના સમચાર એ છે કે, રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે 1193 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે અને હાલ રિકવરી રેટ 80.48 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 73,501 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 14,864 એક્ટિવ કેસ છે, જેમાંથી 91 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,773 લોકો સ્ટેબલ છે.
અમદાવાદ કોર્પોરેશનમાં આજે 169 નવા કેસ નોંધાયા હતા. તેની સામે 130 લોકો ડિસ્ચાર્જ થયા હતા. સુરત કોર્પોરેશનમાં 143 કેસ નોંધાયા છે, જ્યારે 141 દર્દી ડિસ્ચાર્જ થયા છે. સુરતમાં 89 કેસ નોંધાયા છે જ્યારે 82 દર્દી ડિસ્ચાર્જ થયા છે. વડોદરા કોર્પોરેશનમાં 108 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જામનગર કોર્પોરેશનમાં 95 લોકો, વડોદરામાં 105 લોકો અને રાજકોટમાં 42 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અન્ય જિલ્લાઓની સંખ્યા મળીને આજે કુલ 1193 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ટેકનોલોજી
Advertisement