Gujarat Coronavirus: રાજ્યમાં કોરોના સંક્રમણને લઈ શું આવ્યા ચિંતાજનક સમાચાર, જાણો
છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ( Coronavirus) 2875 કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 15 હજારને પાર પહોંચી ગયા છે. એક્ટિવ કેસની સંખ્યા 15135 થઈ છે. 163 લોકો વેન્ટિલેટર પર અને 14972 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.81 ટકા છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ( Coronavirus) 2875 કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 15 હજારને પાર પહોંચી ગયા છે. એક્ટિવ કેસની સંખ્યા 15135 થઈ છે. 163 લોકો વેન્ટિલેટર પર અને 14972 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.81 ટકા છે.
અમદાવાદ અને સુરતમાં પણ કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 664 નવા કેસ નોંધાયા છે, જ્યારે 600 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. સુરત કોર્પોરેશનમાં 545 નવા કેસ નોંધાયા છે, જ્યારે 549 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં ફરી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ( Coronavirus) 2875 કેસ નોંધાયા હતા.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે સુરત કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશનમાં 4, અમરેલી 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 14 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4566 લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 646, સુરત કોર્પોરેશનમાં 545, વડોદરા કોર્પોરેશનમાં 309, રાજકોટ કોર્પોરેશનમાં 233, સુરત 179, પાટણ 61, ભાવનગર કોર્પોરેશન 58, વડોદરા 58, મહેસાણા-56, જામનગર કોર્પોરેશન-54, જામનગર 43, રાજકોટ 43, દાહોદ 38, પંચમહાલ 37, ગાંધીનગર 35, બનાસકાંઠા 30, ભરૂચ 30, ગાંધીનગર કોર્પોરેશન 30, ખેડા 29, મોરબી-27, કચ્છ 26, આણંદ 25, મહીસાગર 24, દેવભૂમિ દ્વારકા-21, સુરેન્દ્રનગર 20, ભાવનગર 19, અમરેલી 18, સાબરકાંઠા 18, તાપી 18, જુનાગઢ કોર્પોરેશન 17, છોટા ઉદેપુર 16, નર્મદા 16, વલસાડ 16 અને નવસારી-15 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 64,89,441 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 7,83,043 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 2,77,888 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.