શોધખોળ કરો
Advertisement
Coronavirus: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 396 નવા કેસ, 27નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 13669
અત્યાર સુધી રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 13669 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 829 થયો છે. જ્યારે અમદાવાદમાં 10 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.
ગાંધીનગર : રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાનજક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 396 કેસ સામે આવ્યા છે અને વધુ 27 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 289 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 13669 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 829 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી.
આજે નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદમાં 277, સુરત 29, વડોદરા 35, ગાંધીનગર-9, આણંદ-3, રાજકોટ-4, અરવલ્લી-5, મહેસાણા-4, મહીસાગર-2, ખેડા-2, પાટણ-2, ગીર સોમનાથ-6, નવસારી-1, જુનાગઢ- 8, પોરબંધર-1, સુરેન્દ્રનગર-2, મોરબી-1, તાપી-3, અમરેલીમાં 2 કેસ સામે આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 27 લોકોનાં મોત થયા છે. જેમાંથી 10 નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 17નાં મોત કોરોના તથા કોમોબીડીટી, હાઈરીસ્ક જેવી અન્ય બીમારીના કારણે થયા છે. આજે કોરોનાથી અમદાવાદમાં 24 અને સુરતમાં 3 મોત થયા છે.
અત્યાર સુધી નોંધાયેલ કુલ કેસ પૈકી 73 દર્દી વેન્ટિલેટર પર છે અને 6598 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 6169 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 178068 ટેસ્ટ થયા જેમાંથી 13669 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બોલિવૂડ
Advertisement