શોધખોળ કરો
Advertisement
Coronavirus: આરોગ્ય કમિશનર જ્યંતિ રવિએ ગુજરાતમાં કોરોના વાયરસને લઈને શું કરી મહત્વની વાત? જાણો
હાલ કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે ત્યારે રોજ ત્રણથી ચાર પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે જેને લઈને ગુજરાત સરકાર એલર્ટ જોવા મળી રહી છે અને લોકોને અપીલ કરી રહી છે કે, ઘરમાં રહો કામ વગર બહાર ન નીકળો
ગુજરાતમાં હાલ કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે ત્યારે રોજ ત્રણથી ચાર પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે જેને લઈને ગુજરાત સરકાર એલર્ટ જોવા મળી રહી છે અને લોકોને અપીલ કરી રહી છે કે, ઘરમાં રહો કામ વગર બહાર ન નીકળો. ત્યારે આજે વધુ ત્રણ કેસ સામે આવ્યાં છે. ગુજરાતમાં હાલ કુલ 38 પોઝિટિસ કેસ છે. જોકે આજે આરોગ્ય કમિશનર જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર માહિતી આપી છે જેમાં કહ્યું હતું કે, વિદેશ હિસ્ટ્રી ન હોય તેવા કેસ પણ પોઝિટિસ કેસ જોવા મળ્યાં છે.
ગુજરાતનાં કોરોનાવાયરસના ચેપના જિલ્લાવાર આંકડા પ્રમાણે જોઈએ તો અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 14 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં 7, વડોદરામાં 7, ગાંધીનગરમાં 6, રાજકોટમાં 3, કચ્છમાં 1 કેસ નોંધાયા છે.
કોરોના વાયરસના સંક્રમણનું ચક્ર ખતમ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસ માટે લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. મંગળવાર રાતે 8 વાગ્યે પ્રધાનમંત્રીએ દેશના નામ સંબોધનમાં દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી હતી.
જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મામલે ત્વરિત પગલા લેવામાં આવી રહ્યાં છે. કોરોના માટે ફંડ એકઠુ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં અનેક લોકોએ ફંડ આપવાની તૈયારી બતાવી હતી. આર્થિક સહાય આપવા માટે ફરી અપીલ કરીએ છીએ. કોરોના માટે રાહત ફંડમાં દાન કરી શકશો.
કોરોનાની ચેઈન તોડવા 21 દિવસ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ખાનગી ડોક્ટરો હોસ્પિટલ ચાલુ રાખવા અપીલ પણ કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 38 પહોંચી ગઈ છે. જેમાં અમદાવાદમાં 14, સુરતમાં 7, વડોદરા 7, ગાંધીનગર 6 કેસ નોંધાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement