શોધખોળ કરો

Coronavirus: રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો, આજથી શરૂ કરાશે ટેસ્ટિંગ

Coronavirus: રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે.

Coronavirus:  રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે ક્રિસમસની રજા પૂર્ણ થતા આજથી રાજ્યમાં ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

રાજ્યની સરકારી હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટરો સહિતના સ્થળોએ કોરોનાના ટેસ્ટિંગ શરૂ કરાશે. હાલ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે. સોલા સિવિલમાં કોરોના માટે 25 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે. આ ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરી દેવાયા છે.

અમદાવાદમાં સોમવારના કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા હતા. જેમાં 2 મહિલાઓ અને 3 પુરુષો કોરોના સંક્રમિત થયા છે. આ તમામ અમદાવાદ શહેરના ખાડિયા, બોડકદેવ, નવરંગપુરા અને દરિયાપુરના રહેવાસી છે. જેમાંથી બે દર્દી ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે. જેઓ બેંગલુરુથી આવ્યા હતા. તો ગાંધીનગર IITના બે પ્રોફેસરો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. આમ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક વધીને 56 થયો છે. આ સાથે જ દેશમાં ગુજરાત કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં ચોથા ક્રમે પહોંચી ગયું છે.

કર્ણાટકમાં કોવિડ 19ના કેસ સતત વધી રહ્યા છે. સોમવારે (25 ડિસેમ્બર) કોવિડ-19ના 125 નવા કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 436 થઈ ગઈ છે. દરમિયાન કોરોનાના કારણે ત્રણ લોકોના મોત થયા હતા.

કર્ણાટકના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, "છેલ્લા 24 કલાકમાં 30 દર્દીઓને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 3,155 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાં 2,072 RT-PCR અને 1,083 રેપિડ એન્ટિજન ટેસ્ટનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે "તમામ મૃત્યુ પામેલા દર્દીઓએ શ્વાસની તકલીફની ફરિયાદ કરી હતી. હાલમાં 400 લોકો હોમ આઇસોલેશનમાં છે, જ્યારે 36 હોસ્પિટલમાં દાખલ છે."

JN.1 વેરિઅન્ટના 34 કેસ

કર્ણાટકના આરોગ્ય વિભાગે સોમવારે (25 ડિસેમ્બર) જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં COVID-19 વેરિઅન્ટ JN.1 ના 34 કેસ મળી આવ્યા છે. આ પહેલા સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે કહ્યું હતું કે કર્ણાટકમાં અત્યાર સુધીમાં JN.1ના લગભગ 35 કેસ મળી આવ્યા છે. જેમાંથી 34 કેસ જેએન.1 વાયરસના છે. તેમાંથી 20 કેસ એકલા બેંગલુરુ શહેરના છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
IND vs ENG Semi Final Score Live: ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા
IND vs ENG Semi Final Score Live: ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખીHu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલKheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
IND vs ENG Semi Final Score Live: ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા
IND vs ENG Semi Final Score Live: ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો
એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો
હાર્ટ એટેક કે સ્ટ્રોક જ નહીં, હૃદયમાં થઈ શકે છે 10 પ્રકારના રોગ, તમે નામ પણ સાંભળ્યા નહીં હોય
હાર્ટ એટેક કે સ્ટ્રોક જ નહીં, હૃદયમાં થઈ શકે છે 10 પ્રકારના રોગ, તમે નામ પણ સાંભળ્યા નહીં હોય
RSS Review Meeting: UPમાં BJPના પ્રદર્શનથી RSS ચિંતિત, સમીક્ષા બેઠકમાં હારનું 'વાસ્તવિક' કારણ બહાર આવ્યું
RSS Review Meeting: UPમાં BJPના પ્રદર્શનથી RSS ચિંતિત, સમીક્ષા બેઠકમાં હારનું 'વાસ્તવિક' કારણ બહાર આવ્યું
Rain in Gujarat: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મેઘમહેર, સૌથી વધુ ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો
Rain in Gujarat: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મેઘમહેર, સૌથી વધુ ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો
Embed widget