શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 919 નવા કેસ, 828 ડિસ્ચાર્જ, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 45 હજારને પાર
રાજ્યમાં સતત ચાર દિવસથી રોજ 900થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. કુલ પોઝિટિવ કેસની સંખ્યા 45 હજારને પાર પહોંચી ગઈ છે.
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. સંક્રમિત દર્દીઓની સંખ્યમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સતત ચાર દિવસથી રોજ 900થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં વધુ 919 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 45,567 પર પહોંચી છે. જ્યારે વધુ 10 લોકોનાં કોરોનાના કારણે મોત થયા છે. તેની સારા સમાચાર એ પણ છે વધુ 828 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યામાં અત્યાર સુધી 32174 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 217, અમદાવાદ કોર્પોરેશનમાં- 168, વડોદરા કોર્પોરેશનમાં-63, સુરત -48, ભાવનગર કોર્પોરેશન -35, જુનાગઢ-32, ભરૂચ- 29, રાજકોટ કોર્પોરેશન 26, રાજકોટ- 25, ગાંધીનગર-21, ખેડા-20, સુરેન્દ્રનગર-20, દાહોદ- 16, વલસાડ-16, ભાવનગર-15, બનાસકાંઠા- 14, અમદાવાદ 13, મહેસાણા 13, કચ્છ- 11, વડોદરા 11, જામનગર કોર્પોરેશન 10, નવસારી 10, આણંદ 10, પાટણ -9 , સાબરકાંઠા- 9, જુનાગઢ કોર્પોરેશન 7, અમરેલી-6, બોટાદ- 6, છોટાઉદેપુર- 6, ગાંધીનગર કોર્પોરેશન 6, ગીર સોમનાથ - 6, પંચમહાલ-6, મોરબી-5, અરવલ્લી-4, નર્મદા- 3, જામનગર- 2 અને મહીસાગરમાં 2 કેસ સામે આવ્યા છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 10 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત નિપજ્યું છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન - 5, સુરત કોર્પોરેશનમાં 5 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2091 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ 11302 એક્ટિવ કેસ છે, જેમાંથી 73 વેલ્ટીલેટર પર છે અને 11229 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 32174 લોકો સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 4,99, 170 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
ગુજરાત
Advertisement