શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: રાજ્યના આ 10 જિલ્લામાં આજે 10થી ઓછા કેસ નોંધાયા, જાણો વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1092 કેસ નોંધાયા છે અને વધુ 18 લોકોનું કોરોનાથી મૃત્યું થયું છે. જ્યારે આજે 1046 દર્દી સાજા થયા હતા.
અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, દરરોજ હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 75,482 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 2733 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1092 કેસ નોંધાયા છે અને વધુ 18 લોકોનું કોરોનાથી મૃત્યું થયું છે. તેની વચ્ચે સારા સમાચાર એ છે કે, રાજ્યના 10 જિલ્લામાં આજે દસથી ઓછા કેસ નોંધાયા છે.
આણંદ-9, છોટા ઉદેપુર-8, જુનાગઢ કોર્પોરેશન-7, બોટાદ-6, દેવભુમિ દ્વારકા-6, નર્મદા-5, પોરબંદર 5, અરવલ્લી-4, જામનગરમાં 3 અને તાપીમાં -2 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આજે 1046 દર્દી સાજા થયા હતા તેની સાથે અત્યાર સુધી કુલ 58,439 લોકો સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યમાં હાલ 14,310 એક્ટિવ કેસ છે, જેમાં 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,231 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 11,59,822 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,88,700 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,87,309 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 1419 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion