રાજ્યમાં રોકેટગતિએ વધતું કોરોના સંક્રમણ, આજે અમદાવાદ કરતાં સુરતમાં નોંધાયા વધુ કેસ, જાણો વધુ વિગતો
રાજ્યમાં અત્યાર સુધી 2,67,701 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.03 ટકા પર પહોંચ્યો છે. હાલ 3788 એક્ટિવ કેસ છે, જેમાંથી 49 લોકો વેન્ટિલેટર પર અને 3798 લોકો સ્ટેબલ છે.
રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. અંદાજે 2 મહિના બાદ રાજ્યમાં 700થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કુલ 710 નવા કેસ નોંધાયા હતા જ્યારે 451 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એકપણ મૃત્યુ થયું નથી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4418 લોકોના કોરોનાથી મોત થયા છે.
આજે સુરત કોર્પોરેશનમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં આજે 171 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 149 કેસ નોંધાયા છે. સુરત અને અમદાવાદ માટે ચિંતાનજક સમાચાર છે. સુરત કોર્પોરેશનમાં કુલ 94 લોકોએ આજે કોરોનાને મ્હાત આપી છે, જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 119 લોકો સ્વસ્થ થયા છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,67,701 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.03 ટકા પર પહોંચ્યો છે. હાલ 3788 એક્ટિવ કેસ છે, જેમાંથી 49 લોકો વેન્ટિલેટર પર અને 3798 લોકો સ્ટેબલ છે.