Anand: બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં કોર્ટે હેવાનને ફાંસીની સજા ફટકારી
આણંદ જિલ્લાના ખંભાતના કાણિસા ગામે 7 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારનાર આરોપીને કોર્ટ ફાંસીની સજા ફટકારી છે.

આણંદ: આણંદ જિલ્લાના ખંભાતના કાણિસા ગામે 7 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારનાર આરોપીને કોર્ટ ફાંસીની સજા ફટકારી છે. કામનાથ મહાદેવ મંદિરની પાછળ પાણીના કાંસમાંથી અર્ધનગ્ન હાલતમાં દીકરીની લાશ મળી આવી હતી. 2019માં આ ઘટના બની હતી.
ખંભાતના કાણિસા ગામે નરાધમે બેસતા વર્ષના દિવસે બિસ્કિટ અપાવવાની લાલચ આપી બાળકી પર બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારી કાંસમાં નાંખી દીધી હતી. ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
વર્ષ 2019ના બળાત્કાર અને મર્ડર કેસના આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ફાંસી સજા ફટકારવામાં આવી છે. ખંભાત સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. સરકારી વકીલ રઘુવીર પંડ્યાએ ફાંસીની સજાની માહિતી આપી હતી.
2019માં બળાત્કાર અને મર્ડરની ઘટના બની હતી
કાણીસા ગામે વર્ષ 2019માં એક નરાધમે 7 વર્ષની બાળકીને તેની હવસનો શિકાર બનાવી હતી. દોષીતે બાળકીને બિસ્કિટની લાલચ આપીને પોતાની પાસે બોલાવી અને મંદિરની પાછળ લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતુ. જે બાદ બાળકીને ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી અને લાશને ફેંકી દીધી હતી. ઘટના બાદ પોલીસે અર્જુન નામના આ નરાધમની ધરપકડ કરી હતી અને સમગ્ર કેસ કોર્ટમાં ચાલ્યો હતો આખરે 6 વર્ષે ખંભાત સેશન્સ કોર્ટે ચુકાદો આપતા હત્યારા હવસખોરને ફાંસીની સજા ફટાકરી છે.




















