શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 391 નવા કેસ, 34ના મોત, કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 11 હજારને પાર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં વધુ નવા 391 કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ 34 દર્દીઓનાં મોત થયા છે અને 191 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં વધુ નવા 391 કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ 34 દર્દીઓનાં મોત થયા છે અને 191 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 11380 પર પહોંચી છે અને 659 લોકોનાં મોત થયા છે. પત્રકાર પરિષદમાં સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી.
અમદાવાદમાં 276, વડોદરા 21, સુરતમાં 45, કચ્છ 14, ખેડા 6, સાબરકાંઠા 6, ગાંધીનગર-5, પાટણ 4, પંચમહાલ-2,ગીર સોમનાથ 2,દાહોદ 2,ભાવનગર 1,આણંદ 1,અરવલ્લી 1, જામનગર 1, વલસાડ 1, જૂનાગઢ 1,પોરબંદર 1 અને અમરેલીમાં 1 કેસ નોંધાયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 34 લોકોનાં મોત થયા છે. જેમાંથી 14નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 20નાં મોત કોરોના તથા કોમોબીડીટી, હાઈરીસ્ક જેવી અન્ય બીમારીના કારણે થયા છે. અમદાવાદમાં 31 ,સુરતમાં 2, પંચમહાલમાં એકનું મોત થયું છે.
રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ 11380 કોરોના કેસમાંથી 38 દર્દી વેન્ટિલેટર પર છે અને 6184 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 4499 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 143600 ટેસ્ટ થયા જેમાંથી 11380 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion