શોધખોળ કરો
નવસારીઃ અડધી રાત્રે ઘરમા ઘૂસ્યા લૂંટારાઓ, આખા પરિવારને બંધક બનાવી કરી પાંચ લાખની લૂંટ
નવસારીના વેસ્મા ગામના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા એક મકાન પર મોડી રાત્રે લૂંટારાઓ ત્રાટક્યા હતા.

નવસારીઃ નવસારી જિલ્લામાં એક પરિવારને બંધક બનાવી પાંચ લાખ રૂપિયાની લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વેસ્મા ગામમાં એક પરિવારને બંધક બનાવીને પાંચ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવતા પોલીસ દોડતી થઇ હતી. મળતી જાણકારી અનુસાર નવસારીના વેસ્મા ગામના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા એક મકાન પર મોડી રાત્રે લૂંટારાઓ ત્રાટક્યા હતા. બાદમાં પરિવારના તમામ સભ્યોને તલવાર બતાવી બંધક બનાવી દીધા હતા. બંધક બનાવ્યા બાદ ચારથી પાંખ લાખની લૂંટ કરી લૂંટારાઓ ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી, સીસીટીવી વીડિયોમાં જોઇ શકાય છે કે મોડી રાત્રે 4થી 5 લૂંટારાઓ પ્રતાપનગર વિસ્તારમાં આવેલા મકાનમાં પ્રવેશે છે.જો કે હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. આ ઘટનાના કારણે સવાલ થાય છે.
વધુ વાંચો





















