શોધખોળ કરો

Cyclone Biparjoy 2023: કચ્છના આ 9 ગામોને આજથી સંપૂર્ણબંધ રાખવાનો આદેશ, અનેક લોકોનું કરાયું સ્થળાંતર

Cyclone Biparjoy 2023:  સંભવિત વાવાઝોડાની અસરને પગલે કચ્છમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ આજે ભૂકંપનો આંચકો પણ અનુભવાયો છે.

Cyclone Biparjoy 2023:  સંભવિત વાવાઝોડાની અસરને પગલે કચ્છમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ આજે ભૂકંપનો આંચકો પણ અનુભવાયો છે. હલે માહિતી સામે આવી છે કે, સંભવિત વાવાઝોડાના ખતરાને લઈને પશ્ચિમ કચ્છના 9 મોટા ગામ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.

જે ગામો બંધ રાખવામાં આવશે તેમાં દયાપર, દોલતપર, પાન્ધો-વર્માનગર, માતાનામઢ, કોટડા જડોદર,નારાયણ સરોવર, નલીયા, કોઠારા, નખત્રાણા સહિત 9 ગામોની બજારો બંધ રાખવા કલેકટરે હુકમ કર્યો છે. આવશ્યક વસ્તુઓ સિવાય 14-6-2023 નાં સાંજે 8 વાગ્યાથી તા 16-6-2023 નાં 6 વાગ્યા સુધી બંધ રાખવાનો હુકમ કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે.

આ અંગે કોઠારા ગામના સરપંચ ત્રિકમલાલે ABP અસ્મિતા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, આફતના કારણે કલેકટરે હુકમ કર્યો છે. 7000 ની વસ્તી કોઠારા ગામની છે અને તમામ લોકોને શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓ એકત્ર કરી રાખવા આદેશ કરાયા છે. એકબીજાને મદદરૂપ થઈને બેથી ત્રણ દિવસ કાઢવા સૂચના આપવામાં આવી છે. માત્ર દવાઓની અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાન ચાલું રહેશે.

પાકા મકાન ગામમાં હોવાથી નુક્શાન થવાની ભીતિ ઓછી છે. તો બીજી તરફ સ્થળાંતર કરવામાં આવેલા ગ્રામ્યવાસીઓ શેલ્ટર હાઉસ ખાતે પહોંચ્યા છે.  કડુલી ગામના 400 નાગરિકો કોઠારા ગામની સરકારી શાળામાં સ્થળાંતર કરીને પહોંચ્યા છે. એક મહિનાના બાળકથી લઈને 85 વર્ષીય વૃધ્ધા વાવાઝોડાના સમય સુધી શેલ્ટર હાઉસમાં રહેશે. 

કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ શરુ

સમુદ્રી વાવાઝોડાના કારણે કચ્છના મુંદ્રાના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની શરૂઆત થઈ ગઈ છે, દરીયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ભારે પવનના કારણે લોકોની મુશ્કેલી વધી છે. કચ્છના માંડવી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. માંડવી અને આસપાસના વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે. સવારથી અત્યાર સુધીમાં વાતાવરણમાં અનેક વખત પલટો આવ્યો છે.

તો બીજી તરફ જૂનાગઢ - માંગરોળમાં ફરી વરસાદ શરુ થયો છે. બપોર સુધી વરસાદે વિરામ લીધો હતો. જો કે, બપોર બાદ ફરી વરસાદ શરુ થયો છે. બંદર જાપા, શક્તિ નગર, ટાવર ચોક સહીતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પહેલા જ વરસાદની આગાહી કરવામાં આવી હતી. બિપોરજોય વાવાઝોડાની અસર બનાસકાંઠામાં પણ જોવા મળી રહી છે. જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. પાલનપુર, અમીરગઢ, ઇકબાલગઢ સહિતના ગામડાંઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. પવન સાથે વરસાદની શરૂઆત થતા લોકોની મુશ્કેલી વધી છે. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget