Cyclone Biparjoy Live: વાવાઝોડાના સંકટ પર PM મોદીએ CM ભૂપેંદ્ર પટેલ સાથે કરી વાત, તંત્રની સજ્જતા અંગે વિગતો મેળવી
બિપરજોય વાવાઝોડું ઝડપી ગતિથી ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 310 કિલોમીટર દૂર છે.

Background
PM મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી
મુંબઈના જુહુ બીચ પર 6 લોકો દરિયામાં ગરકાવ
મુંબઈના જુહુ બીચ પર 6 લોકો નહાવા ગયા હતા. ઉંચા મોજાંને કારણે તમામ લોકો વહી ગયા હતા. હાજર લોકોએ બે લોકોને બચાવી લીધા હતા. પરંતુ ચાર લોકો ગુમ છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. બાયપરજોયને કારણે તરંગો વધી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં રેલ વ્યવહારને મોટી અસર
બિપરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં રેલ વ્યવહારને મોટી અસર થઈ છે. મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરવામાં આવી છે. ઓખાથી ઉપડતી અને ઓખા સુધી જતી કેટલીક લાંબા અંતરની ટ્રેનો રાજકોટ સુધી ટૂંકાવી દેવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાની અસરથી પશ્ચિમ રેલવેની અનેક ટ્રેનો પ્રભાવિત થઈ છે.
નવા બંદર દરિયાકાંઠે 15 થી 20 ફૂટ સુધી મોજા ઉછળી રહ્યા છે
બિપરજોય વાવાઝોડાને લઈને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ઉનાના નવા બંદર દરિયાકાંઠે 15 થી 20 ફૂટ સુધી મોજા ઉછળી રહ્યા છે. ભારે પવન પણ જોવા મળી રહ્યો છે. બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે.
PM મોદીએ ચક્રવાત બિપરજોય સામેની તૈયારીઓની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી

