Cyclone Biparjoy: કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ શરુ, દરિયા કાંઠે ફુંકાઈ રહ્યો છે ભારે પવન
Cyclone Biparjoy: સમુદ્રી વાવાઝોડાના કારણે કચ્છના મુંદ્રાના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની શરૂઆત થઈ ગઈ છે, દરીયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ભારે પવનના કારણે લોકોની મુશ્કેલી વધી છે.
Cyclone Biparjoy: સમુદ્રી વાવાઝોડાના કારણે કચ્છના મુંદ્રાના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની શરૂઆત થઈ ગઈ છે, દરીયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ભારે પવનના કારણે લોકોની મુશ્કેલી વધી છે. કચ્છના માંડવી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. માંડવી અને આસપાસના વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે. સવારથી અત્યાર સુધીમાં વાતાવરણમાં અનેક વખત પલટો આવ્યો છે.
તો બીજી તરફ જૂનાગઢ - માંગરોળમાં ફરી વરસાદ શરુ થયો છે. બપોર સુધી વરસાદે વિરામ લીધો હતો. જો કે, બપોર બાદ ફરી વરસાદ શરુ થયો છે. બંદર જાપા, શક્તિ નગર, ટાવર ચોક સહીતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પહેલા જ વરસાદની આગાહી કરવામાં આવી હતી.
બિપોરજોય વાવાઝોડાની અસર બનાસકાંઠામાં પણ જોવા મળી રહી છે. જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. પાલનપુર, અમીરગઢ, ઇકબાલગઢ સહિતના ગામડાંઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. પવન સાથે વરસાદની શરૂઆત થતા લોકોની મુશ્કેલી વધી છે. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે કચ્છ અને દ્વારકામાં, જ્યારે ગુરુવારે સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. બિપરજોય વાવાઝોડાની અસરના કારણે 16 અને 17 જૂને અમદાવાદમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અતિથી અતિભારે વરસાદ પડવાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે.
ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે
બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં તેની અસર જોવા મળી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન વરસાદને લઇને હવામાન વિભાગે પણ આગાહી છે. પોરબંદર, દ્વારકા, કચ્છ,બનાસકાંઠા,પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી
ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ
પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. બખરલા,બગવદર,મઢવાડા,મજાવાણા,સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે. વરસાદની સાથે ભારે પવન જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. સોમવારથી સતત વરસાદી માહોલથી ખેતરો છે. દેવકા નદીમાં નવા નીર આવ્યા છે. જિલ્લાના તળાવો અને ચેકડેમ પણ છલકાયા છે.