શોધખોળ કરો
Advertisement
નિસર્ગ વાવાઝોડાને પગલે કચ્છ-પોરબંદર-તાપી અને વલસાડમાં પડ્યો વરસાદ, જાણો વિગત
ભુજ તાલુકાના કોટડા-ચકાર ,લાખોંદ , પધ્ધર , સણોસરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ઠેરઠેર છાંટા સાથે ઝાપટું વરસ્યું હતું.
ભુજઃ અરબી સમુદ્રમાં નિસર્ગ વાવાઝોડાના પગલે કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમજ અનેક ગામોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ચારે તરફ ધૂળની ડમરીઓ ઉડી અને વેગીલો પવન ફૂંકાયો હતો. મહારાષ્ટ્રમાં આવેલા વાવાઝોડાને પગલે અસર જોવા મળી રહી છે. ભુજ તાલુકાના કોટડા-ચકાર ,લાખોંદ , પધ્ધર , સણોસરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ઠેરઠેર છાંટા સાથે ઝાપટું વરસ્યું હતું.
નિસર્ગ વાવાઝોડાની અસર તાપી જિલ્લામાં જોવા મળી હતી. જિલ્લાના કેટલાક વિસ્તારમાં પવન સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વ્યારા સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. પોરબદરના બરડા પંથકના ગામોના વતાવરણમાં પલટો આવ્યો છે. રોજીવાળા અને સીમરના આસપાસના ગામોમાં પવન સાથે વરસાદ પડ્યો હતો.
આ ઉપરાંત વાવાઝોડાને પગલે જાફરાબાદ બંદર અને ભાવનગરના ઘોઘા બંદરે ત્રણ નંબરનું ભયજનક સિગ્નલ લગાવી દેવાયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગેજેટ
બિઝનેસ
દેશ
Advertisement