શોધખોળ કરો

નિસર્ગ વાવાઝોડાની અસરઃ ભાવનગર-વલસાડમાં વરસાદનો પ્રારંભ, જાણો વિગત

પાલીતાણાના ઘેટી, નાનીમાળ, દુધાળા, કાંજરડા દેડરડા સહિતના પંથકમાં વરસાદની એન્ટ્રી થઈ છે.

ભાવનગરઃ ગુજરાતમાં સંભવિત 'નિસર્ગ' વાવાઝોડાને પગલે સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે હાલ ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. પાલીતાણાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. પાલીતાણાના ઘેટી, નાનીમાળ, દુધાળા, કાંજરડા દેડરડા સહિતના પંથકમાં વરસાદની એન્ટ્રી થઈ છે. આજે વલસાડના તિથલમાં ખૂબ જ હળવા છાંટા પડ્યા હતા. વરસાદી ઝાપટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વલસાડના કોસંબામાં પણ વરસાદી પડ્યો હતો. વલસાડના તટ પર આવેલ અરબી સમુદ્ર માં ધીરે ધીરે પાણી નો કરન્ટ વધી રહ્યો છે. દરિયાના મોજા હજી ભરતી આવવના સમય પેહલા વધી રહ્યા છે. પવન હાલ મધ્યમ ગતિ એ વહી રહ્યો છે ત્યારે કોસંબા ગામને પથ્થરની બનેલી પ્રોટેકશન વોલનો સહારો છે, તો લોકો પણ હાલ ઘરોમાં જ છે અને તંત્રની સૂચના મુજબ કાર્ય કરી રહ્યા છે. જો પવનની ગતિ વધશે અને ભરતીમાં જુવાળ આવશે તો જ પાણી આગળ વધી શકે એમ છે. આ સાથે વરસાદના પણ ઝરમર છાંટા પડી રહ્યા છે, તો તમામ બોટ લંગારી દેવામાં આવી છે. નિસર્ગને લઈને વલસાડ જીલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે. ઉમરગામ નવી નગરી વિસ્તાર ખાલી કરાવવા તંત્ર પોહોચ્યું છે. સ્થાનિકોએ ખાલી કરવા ઇનકાર કરતા અધિકારીઓએ લોકોને સમજાવ્યા હતા. હાલમાં વિસ્તાર ખાલી કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે. સંભવિત વાવાઝોડાને લઈને તિથલ ગ્રામ પંચાયત દ્વારા તમામ તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા શેલ્ટર હોમ તરીકે સ્થાનિક પ્રાથમિક શાળાને સેનેટાઈઝ કરી દેવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત અને વન વિભાગ પણ હાલ વિસ્તારમાં સક્રીય છે. વલસાડમાં સંભવિત વાવાઝોડાને લઈને તંત્ર સજ્જ છે, તો તંત્ર દ્વારા જિલ્લાના 35 ગામો ને એલર્ટ કરાયા છે. વલસાડ તાલુકાના 18 ગામો જેમાં ભગોદ, મેહ,મગોદ, સુરવાળા, સેગવી, તિથલ, કોસંબા, ભદેલી, દેસાઈ પાર્ટી, ભડેલી જગાલાલા, છરવાડા, ભાગલ, દાંડી, માલવણ, દાંતી - કકવાડી, ધરાસાણા , ભાગડા ખુર્ડ, ઉમરસાડી, ઉતડીનો સમાવેશ થાય છે. પારડી તાલુકા ના 4 ગામો કોલક, ઉદવાડા, કલ્સર, ઉમેસાડીનો સમાવેશ થાય છે. તેમજ ઉમરગામના 13 ગામો ગોવાડા, દેહરી, ઉમરગામ, પલગામ, વારોલી, નારગોલ, સરોનડા, મરોલી, ફણસા, કાલઈ , પાલી કરમબેલી, પાલીને એલર્ટ પર રખાયા છે. આ સિવાય વલસાડ માં NDRFની પણ ટીમ તૈનાત કરવામાં આવી છે. કલેકટર વલસાડ પણ તમામ સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.

ટોપ સ્ટોરી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત
યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster
માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster
Embed widget