શોધખોળ કરો

Cyclone Tauktae : સૌરાષ્ટ્રના કયા શહેરથી ઉપડતી તમામ ટ્રેનો કરી દેવામાં આવી રદ?

ભાવનગરથી 19મીએ ઉપડનાર ભાવનગર બાંદ્રા સુપર ફાસ્ટ ઉપરાંત અન્ય લોકલ ટ્રેનો એક દિવસ માટે રદ્દ કરી દેવામાં આવી છે. ભાવનગર રેલ તંત્ર દ્વારા તમામ ટ્રેનનો રદ કરી દીધી છે. 

ભાવનગરઃ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની તબાહીને પગલે ભાવનગરનો રેલ વ્યવહાર પૂર્ણ રીતે પ્રભાવિત  થયો છે. ભાવનગરથી 19મીએ ઉપડનાર ભાવનગર બાંદ્રા સુપર ફાસ્ટ ઉપરાંત અન્ય લોકલ ટ્રેનો એક દિવસ માટે રદ્દ કરી દેવામાં આવી છે. ભાવનગર રેલ તંત્ર દ્વારા તમામ ટ્રેનનો રદ કરી દીધી છે. 

તૌકતે વાવાઝોડાની અસર સુરેન્દ્રનગરમાં પણ જોવા મળી છે. ધ્રાંગધ્રા સરકારી બસોના રુટ બંધ કરાવી મુસાફરોની વ્યવસ્થા કરાઇ. ધ્રાંગધ્રા પંથકમાં તૌકતે વાવાઝોડાની અસર ગઇકાલે મોડી રાત્રીથી જ શરુ થતા સ્થાનિક તંત્ર એલર્ટ  દેખાઇ રહ્યું છે.  સુરેન્દ્રનગર ધ્રાગધ્રા  ચોટીલા  આવતી-જતી તમામ બસોને બંધ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા ચોટીલા એસ.ટી સ્ટેન્ડ ખાતે સ્થગીત કરી દેવાઇ છે.  ધ્રાંગધ્રામાં ઉપરથી આવતા અંદાજે 11 રુટની સરકારી બસોના પૈડા થંભી જતા આશરે 120 જેટલા મુસાફરોને સ્થગિત કરવામાં આવ્યા છે. જમવાની સગવડતા કરી ધામિક સંસ્થાઓ સામાજિક કાર્યક્રર દ્રારા  મુસાફરોને તકલીફ પડે નહિ તે માટેની ખાસ વ્યવસ્થા હાથ ધરાઇ છે.

વાવાઝોડાની અમદાવાદમાં પણ અસર જોવા મળી રહી છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં 61 ઝાડ ધરાશાયી થયા છે. એટલું જ નહીં અમદાવાદમાં સવારથી જ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. 

આજે અમદાવાદમાં પ્રતિ કલાક 60 કિલોમીટર સુધીની ઝડપના પવન ફૂંકાવાની અને 3થી માંડી 6 ઈંચ સુધી ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે. ​​​​​​હાલમાં વાવઝોડું બોટાદ જિલ્લામાં આ પછી સુરેન્દ્રનગર જિલ્લામાં તારાજી તરફ આગળ વધી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં બપોર બાદ અસર થશે. સાબરમતી નદીમાં વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા છે

વાવાઝોડું આગામી 3-4 કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે. કામ વગર કોઈપણ વ્યક્તિએ બહારના નીકળવાના જિલ્લા કલેકટર તાકીદ કરી છે. લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળોએ રહે તે જરૂરી છે. કોઈપણ સંભવિત આપત્તિના સમયે તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરવા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે લોકોને અપીલ કરી છે.

આજે મહેસાણા જિલ્લામાં વાવાઝોડું ત્રાટકશે. મંગળવારે રાતે 9 વાગ્યાથી બુધવારે બપોરે 12 વાગ્યા દરમિયાન વાવાઝોડુ ત્રાટકવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડાની અસર બેચરાજી, જોટાણા અને કડી પંથકમાં વધુ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છએ. મહેસાણા જિલ્લામાં સોમવારથી જ વાતાવરણમાં પલટો આવી ગયો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટSurat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતીSurat News: પાટણ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પાર્ટી.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Gandhinagar: મુખ્યમંત્રીને મળતી ભેટનું કરવામાં આવ્યું ઇ-એક્શન, જાણો કેટલી રકમ થઈ જમા
Gandhinagar: મુખ્યમંત્રીને મળતી ભેટનું કરવામાં આવ્યું ઇ-એક્શન, જાણો કેટલી રકમ થઈ જમા
Embed widget