શોધખોળ કરો

Cyclone Tauktae: ગુજરાતના કેટલા ગામડાઓમાં હજુ છે અંધારપટ, જાણો વિગત

રાજ્યમાં વાવાઝોડાના કારણે 4231 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાંથી જેમાંથી 1958 ગામડાઓમા ખોરવાંયેલ વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવ્યો છે. જ્યારે રાજયનાં 2273 ગામડાઓમા હજુ પણ વીજ પુરવઠો બંધ છે.

ગાંધીનગર: તૌકતે વાવાઝોડાએ રાજ્યમાં તબાચી મચાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યમાં વાવાઝોડાના કારણે 4231 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાંથી જેમાંથી 1958 ગામડાઓમા ખોરવાંયેલ વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવ્યો છે. જ્યારે રાજયનાં 2273 ગામડાઓમા હજુ પણ વીજ પુરવઠો બંધ છે. 3502 ગામડાઓમાં ફીડર, 1077 વીજ પોલ અને 25 ટ્રાંસમીટર બંધ છે.

ભાવનગર જિલ્લામાં ત્રણ મોત

ભાવનગર જિલ્લામાં પિતા-પુત્રી સહિત ત્રણ લોકોના કરૂણ મોત થયાં છે. ભાવનગરના પાલીતાણાના નવાગામ બડેલી ખાતે મકાનનું છાપરું પડતાં પિતા-પુત્રીના મોત  કરૂણ મોત થયા છે.  ગારીયાધાર તાલુકાના પાંચટોબરા ગામમાં રૈયાબેન રણછોડભાઈ સરવૈયા (ઉ. વ. ૭૦) નામના વૃદ્ધા પતરાં વાળુ ઘર ધરાશાયી થવાથી મોત થયું છે.

વાવાઝોડાથી 188 તાલુકામાં વરસાદ

વાવાઝોડાની અસરના પગલે રાજ્યમાં 188 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલીના બગસરામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથ ના ગીર ગઢડામાં સાડા સાત ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરગામમાં પણ સાડા સાત ઇંચ તથા ગીર સોમનાથના ઉનામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. અમરેલીના ધારીના ખોડિયાર ડેમમાં 18 હજાર ક્યુસેક પાણીની આવક થતાં આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે.

અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. શહેરમાં પવનની ગતિમાં પણ વધારો થયો છે. વાસણા, શેલણા, એસજી હાઈવે, પ્રહલાદનગર, બાપુનગર, જોધપુર, વેજલપુર, આનંદનગર, ઈસ્કોન, થલતેજ, ગોતા, જીવરાજ પાર્ક, સેટેલાઈન, નિકોલ, નરોડા, સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.

અમરેલીના સાવરકુંડલામાં સાત ઈંચ, ભાવનગરના પાણીતાણામાં સાડા છ ઈંચ, અમરેલી શહેરમાં સવા પાંટ ઈંચ, મહુવામાં પાંચ ઈચ, રાજુલામાં પાંચ ઈંચ, ખાંભામાં પાંચ ઈંચ, બાબરામાં પાંચ ઈંચ, ગઢડામાં ચાર ઈંચ, વિસાવદરમાં ચાર ઈંચ, ઉમરાળામાં પોણા ચાર ઈંચ,  ધારીમાં ત્રણ ઈંચ, ભાવનગરમાં શહેરમાં ત્રણ ઈંચ, જેસરમાં પોણા ત્રણ ઈંચ, વલભીપુરમાં પોણા ત્રણ ઈંચ, તળાજામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસાદી માહોલ છે. ચુડા તાલુકામાં રાત્રે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા છે. ચુડા તાલુકા વીજળી ગુલ થઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Relail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ

PMJAY યોજના માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે, હોસ્પિટલોએ આ કામ ફરજિયાત કરવું પડશે

ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ

JNUની પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રાશિદનું નિવેદન, 'PM મોદી મુસ્લિમો માટે કામ કરે છે પરંતુ...'

ABP Premium

વિડિઓઝ

EPFO News:EPFO ખાતા ધારકો માટે મોટો નિર્ણય, હવે ATMની જેમ જ લઈ શકાશે પૈસાRajkot Fire: રાજકોટના ગોપાલ નમકીનમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaKutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિDelhi Winter :છેલ્લા 14 વર્ષમાં પહેલી વાર ડિસેમ્બર મહિનામાં ઠંડીનું તાપમાન ગયું 5 ડિગ્રી નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Relail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
Relail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
PMJAY યોજના માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે, હોસ્પિટલોએ આ કામ ફરજિયાત કરવું પડશે
PMJAY યોજના માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે, હોસ્પિટલોએ આ કામ ફરજિયાત કરવું પડશે
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
JNUની પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રાશિદનું નિવેદન, 'PM મોદી મુસ્લિમો માટે કામ કરે છે પરંતુ...'
JNUની પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રાશિદનું નિવેદન, 'PM મોદી મુસ્લિમો માટે કામ કરે છે પરંતુ...'
2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો

Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન

Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ

Home Loan: જો તમે લોનના આટલા હપ્તા ન ચૂકવો તો બેંક તમને ડિફોલ્ટર જાહેર કરશે, જાણો પછી તમારું શું થશે?

Embed widget