ઝાલોદ-સંતરામપુર હાઈવે પર ટ્રક અને તુફાન વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બાળકનં મોત, બે લોકો ઘાયલ
ઝાલોદ-સંતરામપુર હાઈવે પર ટ્રક અને તુફાન વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કલજીની સરસવાણી ગામે ટ્રક અને તુફાન ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમા એક બાળકનું મોત નીપજ્યું હતું.
દાહોદઃ ઝાલોદ-સંતરામપુર હાઈવે પર ટ્રક અને તુફાન વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કલજીની સરસવાણી ગામે ટ્રક અને તુફાન ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમા એક બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત બન્નેને સારવાર અર્થે દાહોદ હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જોકે, થોડીવાર પછી ટ્રાફિક ક્લિયર કરાવાયો હતો. અકસ્માતને પગલે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
મુંબઈથી રાપર જઈ રહેલા કચ્છી પરિવારને હળવદ પાસે નડ્યો અકસ્માત, એક જ પરિવારના ત્રણના મોતથી અરેરાટી
મોરબીઃ હળવદના નવા ધનાળાના પાટીયા નજીક અકસ્માત થયો છે. અકસ્માતમા ત્રણ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. રાપર તાલુકાના દેસલપર ગામના વ્યક્તિઓ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. મૃતક તેમજ ઘાયલ વ્યક્તિઓને હળવદ સરકારી હોસ્પિટલે લાવવામા આવ્યા છે. કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે.
કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો. કારમાં કચ્છી પરિવાર સવાર હતો. મુંબઈથી કચ્છના રાપરના દેસલપર જતા હતા. મૃતક સામુબેન વાસ્તાભાઈ પટેલ, મોંઘીબેન માતાભાઈ પટેલ અને રમેશભાઈ વસ્તાભાઈ પટેલના મોત થયા છે. રુતિકભાઈ માતાભાઈ પટેલ અને વસ્તાભાઈ નારણભાઇ પટેલને ઇજા થઈ છે.
Bhavnagar : 34 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ, કોણે અને કેમ કરી હત્યા?
ભાવનગરઃ ભાવનગર તાલુકાનાં સિહોરમાં આવેલ ખારાકુવા વિસ્તારમાંથી એક મહિલાની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. યુવતીને માથાના ભાગે બોથડ પદાર્થ વડે હુમલો કરી હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે. સમગ્ર બનાવને લઇ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. બેલાબેન હર્ષદભાઈ શાહ (ઉંમર વર્ષ 34) નામની પરણિતાની હત્યા કરવામાં આવી છે. મૃતક યુવતીને એક બાળક પણ છે. હાલ હત્યા અંગેના બનાવમાં કોઈ ચોક્કસ કારણ જાણવા મળેલ નથી. પોલીસ તપાસ બાદ જ હકીકત બહાર આવશે.