શોધખોળ કરો

ભારે વરસાદથી બનાસકાંઠા જિલ્લામાં કૃષિ પાકને નુકસાન, પાણી ભરાતા ઉભા પાકને નુકસાનની ભીતી

વરસાદને પગલે ફ્લાવર, રીંગણ, ભીંડા સહિતના શાકભાજીના પાકને નુકસાનની ભીતી છે.

Banaskantha Rain: ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લામાં કૃષિ પાકને નુકસાન થયું છે. વરસાદને પગલે અલગ અલગ તાલુકાના ખેતરો જળબંબાકાર થયા હતા. જેમાં કાંકરેજના આસેડા ગામના ખેતરો જળમગ્ન થયા છે. ખેતરોમાં પાણી ભરાતા ઉભા પાકને નુકસાનની ભીતી છે. વરસાદને પગલે ફ્લાવર, રીંગણ, ભીંડા સહિતના શાકભાજીના પાકને નુકસાનની ભીતી છે. એટલું જ નહીં એરંડા, મગફળી, કપાસ સહિતના પાકને પણ નુકસાન જવાની શક્યતા છે. છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલ અવિરત વરસાદને પગલે બાજરી, જુવારના પાકને પણ નુકસાન જવાની શક્યતા છે.

સોમવારે (18 સપ્ટેમ્બર) સાંજે 6 વાગ્યા સુધી ગુજરાતમાં 238 જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ 12 ઈંચ વરસાદ વિસાવદરમાં, 28 તાલુકામાં 2.5 થી 8 ઈંચ વરસાદ નોંધાયો હતો. 75 જિલ્લામાં અડધાથી બે ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. સૌરાષ્ટ્રના આઠથી વધુ જિલ્લામાં 2 થી 12 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરવા સોમવારે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા નર્મદા અને ભરૂચ સહિતના સાત વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા પગલાંની સમીક્ષા કરી હતી. હૃષીકેશ પટેલે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 10-10 ટીમો તૈનાત કરવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની પાંચ ટીમોને રિઝર્વમાં રાખવામાં આવી છે.

નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 12 હજારથી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આઠસોથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ પત્રકારોને જણાવ્યું હતું કે નર્મદા નદીનું જળસ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

દરમિયાન હવામાન વિભાગે પાટણ, કચ્છ અને મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિની આગાહી કરી છે. બીજી તરફ આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલે પણ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. ગઈકાલે પંચમહાલ, દાહોદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને જોતા હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જારી કર્યું છે.            

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND s AUS 1st Test: પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઈન્ડિયાનો ધબડકો, 7 બેટ્સમેન ન કરી શક્યા ડબલ ડિઝીટનો સ્કોરRajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
Embed widget