દમણ -દીવ પ્રદેશ ભાજપના મહામંત્રી મનિષ દેસાઈને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવાયા
સંઘ પ્રદેશ દિવ દમણ અને દાદરા નગર હવેલીના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનીષ દેસાઈની જગ્યા પર સુનિલ પાટીલને નિયુક્ત કરવામાં આવ્યા છે.
![દમણ -દીવ પ્રદેશ ભાજપના મહામંત્રી મનિષ દેસાઈને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવાયા Daman Diu BJP leader Manish Desai has been removed from the post with immediate effect દમણ -દીવ પ્રદેશ ભાજપના મહામંત્રી મનિષ દેસાઈને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવાયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/863949ec30f2de84c4e5f817b4cd7c301690782267980584_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર : ભાજપના એક નેતાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે . સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ -દીવ પ્રદેશ ભાજપના મહામંત્રી મનિષ દેસાઈને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. સંઘ પ્રદેશ દિવ દમણ અને દાદરા નગર હવેલીના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનીષ દેસાઈની જગ્યા પર સુનિલ પાટીલને નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલ દ્વારા એક પ્રેસ જાહેર કરી આ જાણકારી આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓના રાજીનામા પડી રહ્યા છે. મનિષ દેસાઇને તેમના પદ પરથી તાત્કાલીક અસરથી પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભાજપમાં હાલ ભારે આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. લોકસભા ચૂંટણી 2024 નજીક આવી રહી છે ત્યારે આ રાજીનામા ભાજપ માટે મુશ્કેલી બની શકે તેમ છે. ભાજપ દ્વારા મનીષ દેસાઇને હટાવીને તેમની જગ્યાએ સુનિલ પાટિલને નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભાજપની કાર્યશિબિરમાં પ્રદિપસિંહ વાઘેલાએ હાજરી આપી
ભાજપની કાર્યશિબિરમાં પ્રદિપસિંહ વાઘેલાએ હાજરી આપી હતી. અડાલજમાં આવેલા ત્રિમંદિર ખાતે યોજાયેલ કાર્યશિબિરમાં ભાજપમાં પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહે હાજરી આપી હતી. કમલમમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો હોવાની વાતો કરનારા ખુલ્લા પડ્યા છે. પ્રદિપસિંહ વાઘેલા વિરુદ્ધ ષડયંત્ર ફેલાવનારાઓ ખુલ્લા પડ્યા છે. કમલમના દરવાજા બંધ થઈ ચૂક્યાના દાવાઓ કરતા ષડયંત્રકારોને પ્રદિપસિંહે ભાજપનો ઈતિહાસ વિષય પર વ્યાખ્યાન આપવા ત્રિમંદિર પહોંચ્યા હતા.
પ્રદિપસિંહ વાઘેલાએ રવિવારે ત્રિમંદિર અડાલજ ખાતે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્યોના અભ્યાસ વર્ગમાં સહભાગી થઈને તેમને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ સાથે જ વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. આગામી દિવસોમાં ષડયંત્રકારો વિરુદ્ધ મોટી કાર્યવાહી થાય તેવી પૂરી શક્યતા છે. ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા પાછળ તેમના વિરુદ્ધ ષડયંત્ર કારણભૂત હોવાની ચર્ચા ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા પાછળ ગુજરાત યુનિવર્સિટીનું રાજકારણ જવાબદાર હોવાની ચર્ચા છે. તેમના રાજીનામા પાછળ પૂર્વ વીસી હિમાંશુ પંડ્યા, જિમિત શાહ અને તેના પિતા મુકેશ શાહનું કનેક્શન છે. આ ત્રણેયે સાથે મળીને પ્રદીપસિંહ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
https://t.me/abpasmitaofficial
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)