શોધખોળ કરો
Advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કયા જિલ્લામાં કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો? કોણ કોણ જોડાયું ભાજપમાં?
શનિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે.
ડાંગઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં જ ડાંગ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના નેતા વિપુલ મિસ્ત્રી કોંગ્રેસના 100 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસને રામ રામ કરનારા તમામ લોકોએ ડાંગ જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ અશોક ધોરાજ્યાના હસ્તે ખેસ પહેરી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
નોંધનીય છે કે, શનિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેની મતગણતરી 2 માર્ચના રોજ કરવામાં આવશે.
તમામ છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 1 ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. 6 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 8 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે તો 9 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે.
રાજયની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે .મતદાન માટે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય નક્કી કરાયો છે.
જો કોઈ બેઠક પર પુનઃ મતદાનની જરુર પડે તો 22 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. 23 ફેબ્રુઆરીએ તમામ 6 મહાનગરપાલિકાની મતગણતરી હાથ ધરાશે. કોરોના કાળમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજય ચૂંટણી પંચ ટૂંક સમયમાં SOP જાહેર કરશે.
નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ જાહેરનામુ પ્રસિદ્ધ કરાશે. 13 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ રહેશે. 15 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે..16 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યાનો રહેશે. પુનઃ મતદાનની જરુર પડે તો 1 માર્ચના દિવસે યોજાશે. 2 માર્ચના દિવસે મતગણતરી હાથ ધરાશે.
વિધાનસભાની ચૂંટણીના સેમિફાઈનલ સમાન ચૂંટણીની તારીખો જાહેર થતા જ રાજનીતિ ગરમાઈ છે.. મનપા અને જિલ્લા-તાલુકા, નગરપાલિકાની મતગણતરીની અલગ અલગ તારીખો નક્કી કરાતા કૉંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે..
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion