શોધખોળ કરો

જૂનાગઢમાં ઉપરકોટ વિસ્તારમાં દબાણો કરાયા દૂર, ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરાયુ ડિમોલિશન

જૂનાગઢનો ઐતિહાસિક ઉપરકોટમાં દબાણો પર દૂર કરાયા હતા

જૂનાગઢનો ઐતિહાસિક ઉપરકોટમાં દબાણો પર દૂર કરાયા હતા.  ગઈકાલે મોડી રાતે શરૂ થયેલી દબાણ દૂર કરવાની કામગીરી આજે વહેલી સવાર સુધી ચાલી હતી.  જિલ્લા કલેક્ટર, આઈ.જી. સહિતના અધિકારીઓ આખી રાત હાજર રહ્યા હતા. ખૂબ જ ગુપ્ત રીતે દબાણ તોડવાની સમગ્ર પક્રિયા હાથ ધરાઈ હતી. આઠથી વધુ બુલડોઝર સહિત મશીનરીની મદદથી ડિમોલિશન હાથ ધરાયું હતું.

ઉપરકોટમાં દબાણ કરીને બનાવાયેલી મજાર અને મંદિર દૂર કરાયા હતા.  સૂત્રોના મતે નાના-મોટા 18 દબાણ દૂર કરાયા હતા. અહીં છેલ્લા 40 વર્ષથી દબાણ હતું. આઠથી વધુ બુલડોઝર અને હેવી મશીનરીની મદદથી દબાણ તોડી પડાયા હતા.  આ મામલે હાઈકોર્ટમાં એક અરજી પણ દાખલ થઈ હતી. મહત્વનું છે કે, ઉપરકોટનું 60 કરોડના ખર્ચે રિનોવેશન થઈ રહ્યું છે. થોડા જ સમયમાં ઉપરકોટ કિલ્લાને ખુલ્લો મૂકાશે.

તે સિવાય કચ્છના યાત્રાધામ કોટેશ્વરમાં ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા હતા. લખપત તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ કોટેશ્વર ખાતે આજે શનિવાર સવારથી બિનઅધિકૃત દબાણોને વહીવટી તંત્ર દ્વારા દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.  ગામના મુખ્ય માર્ગેમાં આવેલી 36 જેટલી કાચી પાકી દુકાનોને નોટિસ પાઠવ્યા બાદ હટાવવામાં આવી હતી. સલામતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી.

Ahmedabad: ધર્માંતરણ બાદ પણ જનજાતિ તરીકેનો લાભ લેતા લોકો સામે આદિવાસી સમાજે કરી લાલ આંખ, અમદાવાદમાં યોજી વિશાળ રેલી

અમદાવાદ: જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આદે અમદાવાદમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસીમાંથી ધર્માંતરિત થયા પછી પણ જનજાતિ તરીકે લાભ લેનાર વ્યક્તિઓને અનુસુચિત જનજાતિની યાદીમાંથી દૂર કરાવવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.  "સિંહગર્જના" ડી-લિસ્ટીંગ મહારેલીનું આયોજન આજે રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે.

સામે આવેલી વિગતો અનુસાર ગુજરાતમાંથી લગભગ એક લાખ જનજાતિ સમુદાયના લોકો આ રેલીમાં ભાગ લેશે. આદિવાસી સમુદાયના પ્રતિનિધિઓ જગન્નાથ મંદિર દર્શન કરી રેલીની શરૂઆત કરાવશે. આદિવાસીમાંથી ઈસાઈ, મુસ્લિમ ધર્મ અંગિકાર કરનારને લાભો ન આપવાની માગ કરવામાં આવી રહી છે. ધર્માતરણ બાદ અનુસૂચિત જનજાતિના લાભો ન આપવાનો કાયદો બનાવવાની પણ માગ કરવામાં આવી છે.

ધર્માતરિત વ્યક્તિઓને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી કાઢવા બંધારણીય રાહે પગલા લેવાની માગ કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર રાજ્યભરમાંથી આદિવાસીઓ પહોંચી રહ્યાં છે. NID બ્રિજ, દધીચી બ્રિજ અને રાણીપથી રેલી સ્વરૂપે આદિવાસી લોકો સભા સ્થળે પહોંચશે. મહારેલી બાદ સભા સ્થળે હજારો આદિવાસીઓને સંબોધન કરાશે. સાબરમતી રિવરફ્રન્ટના ગ્રાઉન્ડ પર વિશાળ મંચ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અંગ્રેજોના સમયથી આદિવાસી સમાજને છેતરીને ધર્મ પરિવર્તન કરાતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં ભગવાકરણ

રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં ભગવાકરણનો મામલો સામે આવ્યો છે. હકિકતમાં સિવિલ હોસ્પિટલના સ્ટ્રેચરમાં અચાનક સફેદને બદલે ભગવો કલર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. 150 જેટલાં સ્ટ્રેચરમાં એકાએક ભગવો કેસરી કલર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સ્ટ્રેચરનો કલર મોટે ભાગે સફેદ જ઼ હોઈ છે પરંતુ અહીં પરિવર્તનની લહેર જોવા મળી છે. તો બીજી તરફ વિવાદ વધતા ઇન્ચાર્જ સિવિલના સુપ્રીટેન્ડેટએ બચાવ કરતા કહ્યું કે,  આ પ્રાઇમર કલર છે ઉપર સફેદ કલર લાગશે. મીડિયા સુધી વાત પહોંચતા ભગવા કલરને પડતો મુકાયાની વાત વહેતી થઈ છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણાGovinda Hospitalised | ગોળી વાગતા અભિનેતા ગોવિંદા હોસ્પિટલમાં દાખલ | Breaking News | Bollywood NewsHun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Embed widget