શોધખોળ કરો

ગાંધીનગર : કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા સહીતના નેતાઓની અટકાયત, જાણો શું છે સમગ્ર મામલો

આદિવાસી સત્યાગ્રહ રેલીમાંથી કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સહીતના નેતાઓની અટકાયત કરવામાં આવી છે.

ગાંધીનગર : તાપી પાર લિંક પ્રોજેક્ટને લઈને કોંગ્રેસે સરકાર સામે બાંયો ચડાવી છે. આજે કોંગ્રેસના ધારાસભ્યોએ આ મુદ્દે વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યું અને બાદમાં આ મુદ્દે આદિવાસીઓએ કાઢેલી રેલીમાં જોડાયા. આદિવાસી સત્યાગ્રહ રેલીમાં જોડાયેલ કોંગ્રેસ નેતાઓએ ગુજરાત સરકારનો આક્રોશ સાથે વિરોધ કર્યો. આ રેલીમાં જોડાયેલ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સહીતના નેતાઓની અટકાયત કરવામાં આવી છે. 

શું કહ્યું જગદીશ ઠાકોરે?
આ તબક્કે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાત સરકાર પર આકાર પ્રહાર કરતા કહ્યું કે ગાંધીનગર આવતા આદિવાસીઓને રોકો છો તો ગાંધીનગર છોડી દો. બસના માલિકોને પોલીસ સ્ટેશનમાં બેસાડીને ડરાવવામાં આવ્યા છે. 
અમે બસો સળગાવવાવાળા નથી, અમે નવલોહિયા યુવાનોની લસો પર રાજકારણ કરનારા નથી. ભાજપની સરકારને કહું છું, તમારી માએ સવાશેર સૂઠ ખાધી  હોય તો આવો. તેમણે કહ્યું કે પોલીસને કહું છું, તમારામાં કેટલાક ખાખી ચડ્ડીવાળા છે, 
એ ખાખી ચડ્ડીવાળાઓને અમે શોધી લઈશું.

સરકારના મનમાં પાપ અને દિલમાં ખોટ છેઃ રઘુ શર્મા 
આદિવાસી સત્યાગ્રહ રેલીમાંથી ગુજરાત કોંગ્રેસ પ્રભારી તેમજ રાજસ્થાન સરકારના મંત્રી રઘુશર્માની પણ અટકાયત કરવામાં આવી છે.  આ તબક્કે ગુજરાત સરકાર પર પ્રહારો કરતા તેમણે કહ્યું કે ગુજરાત સરકારના મનમાં પાપ અને દિલમાં ખોટ છે. પોતાના અધિકાર માટે આદિવાસીઓ ગાંધીનગર આવવું પડે તે ભાજપ માટે શરમની વાત છે. સરકારમાં રહેલા આદિવાસી નેતાઓના દિલમાં આદિવાસી માટે દર્દ નથી. આદિવાસીઓને પટ્ટાવાળાની નોકરી આપે છે.

તેમણે આક્ષેપ કર્યો કે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે જગડા કરાવવા કશ્મીર ફાઈલ ફિલ્મ આમણે જ બનાવી છે. ગાંધીનગરની ગાદી ફરી મેળવવા આ ફિલ્મના પોસ્ટર લગાવવામાં આવ્યા.રાજકીય રોટલો શેકવા હિન્દુ - મુસ્લિમને લડાવે છે. 

આ સાથે તેમણે એમ પણ કહ્યું કે આજની આ લડાઇમાં રાહુલ ગાંધી આવવા તૈયાર હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
Gujarat Rain: ભારેથી અતિભારે વરસાદ અને નદીઓમાં પૂરને લઈ અંબાલાલ પટેલની નવી આગાહી, જાણી લો
Gujarat Rain: ભારેથી અતિભારે વરસાદ અને નદીઓમાં પૂરને લઈ અંબાલાલ પટેલની નવી આગાહી, જાણી લો
પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકનું નિધન, દિલ્હીની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકનું નિધન, દિલ્હીની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
રક્ષાબંધન પહેલા કેંદ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ, DA માં આટલો વધારો થવાની શક્યતા 
રક્ષાબંધન પહેલા કેંદ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ, DA માં આટલો વધારો થવાની શક્યતા 
Advertisement

વિડિઓઝ

Duplicate Medicine : નકલી દવા મામલે આરોગ્ય મંત્રીનું નિવેદન, બહારથી આવતી દવા મામલે બનાવાશે SOP
Ambalal Patel Prediction:  સૌરાષ્ટ્રમાં તૂટી પડશે અતિ ભારે વરસાદ, નદીઓમાં આવશે પૂર, અંબાલાલની આગાહી
Morbi Patidar Meeting : મોરબી પાટીદાર જનક્રાંતિ સભા સામે કેમ ઉઠ્યા સવાલ?
Saurashtra University : Ph.D માટે ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે , સૌરાષ્ટ્ર યુનિ.ની વિદ્યાર્થિનીનો આરોપ
NDA Parliamentary Party meeting : ઓપરેશન સિંદૂર માટે વડાપ્રધાન મોદીનું કરાયું સન્માન, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
Gujarat Rain: ભારેથી અતિભારે વરસાદ અને નદીઓમાં પૂરને લઈ અંબાલાલ પટેલની નવી આગાહી, જાણી લો
Gujarat Rain: ભારેથી અતિભારે વરસાદ અને નદીઓમાં પૂરને લઈ અંબાલાલ પટેલની નવી આગાહી, જાણી લો
પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકનું નિધન, દિલ્હીની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકનું નિધન, દિલ્હીની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
રક્ષાબંધન પહેલા કેંદ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ, DA માં આટલો વધારો થવાની શક્યતા 
રક્ષાબંધન પહેલા કેંદ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ, DA માં આટલો વધારો થવાની શક્યતા 
Gujarat Rain: આજે રાજ્યના આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, જાણો શું છે આગાહી ?
Gujarat Rain: આજે રાજ્યના આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, જાણો શું છે આગાહી ?
Monsoon Alert: હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદથી વિનાશ,  રક્ષાબંધન પર આ રાજ્યોમાં રેડ એલર્ટ
Monsoon Alert: હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદથી વિનાશ,  રક્ષાબંધન પર આ રાજ્યોમાં રેડ એલર્ટ
રાજ્યમાં આ લોકોના રાશન કાર્ડ થશે રદ, સેંકડો લોકોને આપવામાં આવી નોટિસ
રાજ્યમાં આ લોકોના રાશન કાર્ડ થશે રદ, સેંકડો લોકોને આપવામાં આવી નોટિસ
EPFO Rule Change:  EPFOએ કર્યો મોટો ફેરફાર, હવે UANને લઈને બદલ્યો આ નિયમ
EPFO Rule Change: EPFOએ કર્યો મોટો ફેરફાર, હવે UANને લઈને બદલ્યો આ નિયમ
Embed widget