દેવગઢ બારીયામાં ધાર્મિક વિધીમાં બકરાં કાપીને ખાતાં 4નાં મોત, 12 લોકોની હાલત ગંભીર, જાણો વિગત
ભુલવણ ગામની સુખ-શાંતિ માટે કરાતી વિધિના અંતિમ દિવસે જ આખું ગામ હીબકે ચઢ્યું હતું. દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામે ગામની શાંતિ માટે દર પાંચ વર્ષે કરાતી જાતરની વિધિ કારય છે
દાહોદઃ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભુલવણમાં એક ફૂડ પૉઇઝનિંગની ઘટના સામે આવી છે. અહીં એક ધાર્મિક વિધીમાં બકરાં કાપીને ખાતાં 4 લોકોના મોત થયા હોવાની અને 12 લોકોની હાલત ગંભીર હોવાની વાત સામે આવી છે.
ખરેખરમાં, ભુલવણ ગામની સુખ-શાંતિ માટે કરાતી વિધિના અંતિમ દિવસે જ આખું ગામ હીબકે ચઢ્યું હતું. દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામે ગામની શાંતિ માટે દર પાંચ વર્ષે કરાતી જાતરની વિધિ કારય છે. ગત રવિવારથી ગામના ટાંકી ફળિયામાં દેવપૂજનની વિધિ ચાલી રહી હતી. સોમવારે વિધિનો અંતિમ દિવસ હોવાથી પરંપરા મુજબ અહીં છ બકરાંનો બલિ આપવામાં આવ્યો હતો. આ બકરાંના મટનના ભાગ પાડવામાં આવ્યા હતા, પોતપોતાના ભાગનું મટન લોકો ઘરે લઇ ગયા હતા. સાંજના સમયે તમામ 13 લોકોને એકાએક જ મોઢામાંથી ફીણ નીકળવા ઉપરાંત ચક્કર આવવા લાગ્યા હતા.
મૃતકના નામ
કનુભાઇ સોમાભાઇ માવી
દલસિંહભાઇ ધનજીભાઇ માવી
બાબુભાઇ ફુલજીભાઇ માવી
સનાભાઇ ભવનભાઇ માવી
આ ઉપરાંત જેમની હાલત ગંભીર છે એવા 10 લોકોને 108 દ્વારા દેવગઢ બારિયાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે પોલીસ સાથે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પણ દેવગઢ બારિયા અને ભુલવણ પહોંચીને તપાસ હાથ ધરી હતી. ઘટના બનવા પાછળનુ પ્રાથમિક તારણ ફુડ પોઇઝનિંગ થયાનુ બહાર આવ્યુ છે, સેમ્પલ લઇને પરીક્ષણ માટે મોકલવામાં પણ આવ્યા છે.
આ પણ વાંચો
ફરી એકવાર મૃતક વ્યક્તિના નામે કોરોનાની વેક્સિન અપાઈ હોવાનું કૌભાંડ,જાણો શું છે ઘટના
જામનગરમાં ઓમિક્રોનના નોંધાયેલા પ્રથમ દર્દીનો રિપોર્ટ 10 દિવસ બાદ પણ પોઝીટિવ આવતા ચિંતામાં વધારો