શોધખોળ કરો
રબારી સમાજના ધર્મગુરુ બળદેવગીરી બાપુ દેવલોક પામ્યા, આજે શોભાયાત્રા બાદ અપાશે સમાધી
બળદેવગીરીજી બાપુ છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતા. તેમની તબિયત ખરાબ થતા અમદાવાદ ખાતે સારવાર માટે લવાયા હતા.
![રબારી સમાજના ધર્મગુરુ બળદેવગીરી બાપુ દેવલોક પામ્યા, આજે શોભાયાત્રા બાદ અપાશે સમાધી Dharmaguru Baldevgiri Bapu passes away, Samadhi will be offered today after the procession રબારી સમાજના ધર્મગુરુ બળદેવગીરી બાપુ દેવલોક પામ્યા, આજે શોભાયાત્રા બાદ અપાશે સમાધી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/25125558/baldev-giri.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મહેસાણા જિલ્લામાં વિસનગરના તરભમાં સમસ્ત માલધારી સમાજની ગુરુગાદી વાળીનાથ અખાડા ધામના મહંત શ્રી બળદેવગીરીજી મહારાજ બ્રહ્નાલીન થયા છે. જેને પગલે સમગ્ર માલધારી સમાજ, સંતો સહિત શ્રદ્ધાળુઓ ઘેરા શોકમાં છે.
બળદેવગીરીજી બાપુ છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતા. તેમની તબિયત ખરાબ થતા અમદાવાદ ખાતે સારવાર માટે લવાયા હતા. ત્યાર બાદ તરબ પરત લવાયા. બાપુ બ્રહ્મલીન થતા જ અંતિમ દર્શન માટે સમાજના અગ્રણીઓ વાળીનાથ ખાતે દોડી આવ્યા હતા. આજે બાપુના દર્શન અને શોભાયાત્રા બાદ સાંજે સમાધિ અપાશે.
પીએમ મોદી, અમિત શાહ, આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી રૂપાણી, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
વિસનગર તાલુકાના તરભ ગામમાં શ્રી વાળીનાથ અખાડા ખાતે 900 વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર આવેલ છે. પ્રથમ મહંત વિરમગીરી મહારાજે આ જગ્યાના આ પાવનભુમિમાં રબારી સમાજોની ગુરૂગાદીની સ્થાપના કરી હતી. સમસ્ત રબારી સમાજ માટે આ પાવન સ્થળ માનવામાં આવે છે. તરભ વાળીનાથ અખાડા ધામમાં મહંત બળદેવગિરી બાપુના દર્શને બેસતા વર્ષે અને ગુરૂ પૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો અને અન્ય શ્રદ્ધાળુઓ આવતા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
રાજકોટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)