શોધખોળ કરો

ગુજરાતમાં UCC ની તૈયારીઓ તેજ: સરકારે રિપોર્ટ સ્વીકાર્યો, 24 માર્ચે વિધાનસભામાં રજૂ થશે ઐતિહાસિક વિધેયક!

મુસ્લિમ મહિલાઓને સુરક્ષા અને લિવ-ઇન રિલેશનશિપ અંગે મહત્વની જોગવાઈઓ; આગામી 4 મહિનામાં કાયદો લાગુ કરવા સરકાર કટિબદ્ધ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાત સરકાર ૨૪ માર્ચે વિધાનસભામાં UCC વિધેયક રજૂ કરશે.
  • મહિલા અધિકારો, લિવ-ઇન રિલેશનશિપ, મુસ્લિમ મહિલા સુરક્ષા પર ભાર.
  • સમાન કાયદાકીય માળખું, ગુજરાતની સંસ્કૃતિને ધ્યાનમાં રખાયું.
  • બધા ધર્મો માટે લગ્ન, વારસાગત સંપત્તિના એક સમાન કાયદા.

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC - યુનિફોર્મ સિવિલ કોડ) લાગુ કરવા માટેની ઘડીઓ હવે ગણાઈ રહી છે. ગુજરાત સરકાર આગામી 24 માર્ચના રોજ વિધાનસભા ગૃહમાં UCC વિધેયક રજૂ કરવા જઈ રહી છે. આ અંગેનો ઐતિહાસિક નિર્ણય ગુજરાત વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયો છે. આજે સવારે જ સરકારે પૂર્વ જજ રંજના દેસાઈની અધ્યક્ષતાવાળી કમિટીનો ફાઇનલ રિપોર્ટ સ્વીકાર્યો હતો અને રિપોર્ટ સ્વીકાર્યાની ગણતરીની કલાકોમાં જ આ વિધેયકને ગૃહમાં લાવવાની સરકારે પૂરી તૈયારી દર્શાવી છે. જો બધું જ સમુંસૂતરું પાર પડશે, તો આગામી 4 મહિનામાં જ ગુજરાતમાં UCC નો કાયદો અમલમાં આવી જશે. આ કાયદો લાગુ થવાથી રાજ્યના તમામ ધર્મો અને સમુદાયો માટે લગ્ન, છૂટાછેડા અને વારસાગત મિલકત જેવા મુદ્દાઓ પર એક સમાન કાયદો બની જશે.

રિપોર્ટમાં શું છે ખાસ? મહિલા અધિકારો પર મુકાયો ભાર

UCC ના ડ્રાફ્ટ (અહેવાલ) માં ખાસ કરીને મહિલાઓના સમાન અધિકારો અને તેમની સુરક્ષાને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ડ્રાફ્ટમાં કેટલાક અત્યંત મહત્વપૂર્ણ મુદ્દાઓ આવરી લેવાયા છે:

લિવ-ઇન રિલેશનશિપ: આજના સમયમાં ચર્ચામાં રહેતા 'લિવ-ઇન રિલેશન' અંગે ડ્રાફ્ટમાં કેટલીક મહત્વની અને કડક જોગવાઈઓ કરવામાં આવી છે.

મુસ્લિમ મહિલાઓને રક્ષણ: પરણિત મુસ્લિમ મહિલાઓને લગ્ન જીવનમાં ઊભા થતા વિવાદોમાં વધુ કાનૂની સુરક્ષા આપવા માટે ખાસ ધ્યાન રખાયું છે.

સમાન કાયદાકીય માળખું: લગ્ન, છૂટાછેડા, દત્તક લેવા અને વારસાગત મિલકતના અધિકારો જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર હવે તમામ ધર્મો માટે એક સમાન કાયદાકીય માળખું સૂચવવામાં આવ્યું છે.

ગુજરાતની સંસ્કૃતિને પ્રાધાન્ય: આ ડ્રાફ્ટ બનાવતી વખતે ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવી છે.

કેવી રીતે અને ક્યારે તૈયાર થયો આ રિપોર્ટ?

રાજ્યમાં UCC લાગુ કરવા માટે 4 ફેબ્રુઆરી, 2025 ના રોજ 5 સભ્યોની એક ઉચ્ચસ્તરીય કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીને 45 દિવસમાં પોતાનો રિપોર્ટ સબમિટ કરવા જણાવાયું હતું. પૂર્વ જજ રંજના દેસાઈની કમિટીએ છેલ્લા એક વર્ષ દરમિયાન વિવિધ ધર્મો અને જ્ઞાતિના અગ્રણીઓ, કાયદાકીય નિષ્ણાતો અને સામાન્ય જનતાના અભિપ્રાયો મેળવીને એક વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. આખરે, આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને કમિટીના સભ્યોએ પોતાનો અંતિમ રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપી દીધો છે.

દિલ્હીથી મળી લીલી ઝંડી, હવે શું થશે?

તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દિલ્હીમાં કેન્દ્રના ઉચ્ચ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ જ ગુજરાતમાં UCC લાગુ કરવાની પ્રક્રિયાએ જોર પકડ્યું હતું.

આજે બપોરે દોઢ વાગ્યે મળેલી કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં પણ આ મુદ્દે ગહન ચર્ચા થઈ છે. હવે 17 માર્ચની બેઠકમાં ચર્ચા બાદ સરકાર વિધાનસભાના ચાલુ બજેટ સત્રના અંતમાં (માર્ચના છેલ્લા અઠવાડિયામાં) કુલ 4 વિધેયકો લાવવાની તૈયારીમાં છે, જેમાં UCC નું વિધેયક મુખ્ય હશે.

સરળ ભાષામાં સમજો: UCC શું છે?

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) નો સીધો અને સરળ અર્થ એ છે કે દેશ (કે રાજ્ય) ના તમામ નાગરિકો માટે એક સરખો કાયદો હોવો. અત્યારે હિન્દુ, મુસ્લિમ, પારસી કે ખ્રિસ્તી સમુદાયો માટે લગ્ન, છૂટાછેડા અને મિલકતના હક માટે પોતપોતાના અલગ 'પર્સનલ લો' (અલગ કાયદા) છે. પરંતુ UCC લાગુ થવાથી ધર્મના આધારે ચાલતા આ અલગ-અલગ કાયદાઓ ખતમ થઈ જશે અને તમામ ધર્મો અને સમુદાયો માટે સંસદ કે વિધાનસભા દ્વારા નક્કી કરાયેલો એક સમાન કાયદો જ લાગુ પડશે.

Frequently Asked Questions

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ક્યારે લાગુ થશે?

ગુજરાત સરકાર આગામી 24 માર્ચના રોજ વિધાનસભા ગૃહમાં UCC વિધેયક રજૂ કરશે. જો બધું સમુંસૂતરું પાર પડશે, તો આગામી 4 મહિનામાં UCC નો કાયદો અમલમાં આવી જશે.

UCC વિધેયક તૈયાર કરનાર કમિટીના અધ્યક્ષ કોણ હતા?

રાજ્યમાં UCC લાગુ કરવા માટે બનેલી 5 સભ્યોની ઉચ્ચસ્તરીય કમિટીના અધ્યક્ષ પૂર્વ જજ રંજના દેસાઈ હતા.

UCC વિધેયકનો રિપોર્ટ તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો?

UCC લાગુ કરવા માટે 4 ફેબ્રુઆરી, 2025 ના રોજ કમિટી બનાવવામાં આવી હતી અને તેને 45 દિવસમાં પોતાનો રિપોર્ટ સબમિટ કરવાનો હતો. કમિટીએ છેલ્લા એક વર્ષ દરમિયાન અભ્યાસ કર્યો હતો.

UCC લાગુ થવાથી કયા મુદ્દાઓ પર અસર થશે?

UCC લાગુ થવાથી રાજ્યના તમામ ધર્મો અને સમુદાયો માટે લગ્ન, છૂટાછેડા, દત્તક લેવા અને વારસાગત મિલકતના અધિકારો જેવા મુદ્દાઓ પર એક સમાન કાયદો બની જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget