શોધખોળ કરો

Bageshwar Dham: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો અંબાજીમાં 3 દિવસનો દિવ્ય દરબાર, સાળંગપુર હનુમાન મંદિરના વિવાદને લઈ કહી આ વાત

દિવ્ય દરબારમાં લાખો લોકો આવવાની અપેક્ષા છે. જેને જોતા અંબાજી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.

Dhirendra Krishna Shastri: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેઓ 15 થી 20 તારીખ સુધી ગુજરાતમાં રહેશે. આજથી શક્તિપીઠ અંબાજીમાં બાબાનો ત્રણ દિવસનો દિવ્ય દરબાર લાગશે, ત્યારબાદ ત્રણ દિવસ અમદાવાદમાં દિવ્ય દરબાર થશે. આ દરમિયાન તેમને સાળંગપુર હનુમાન મંદિરના વિવાદને લઈ પૂછવામાં આવતાં કહ્યું, હનુમાનજીના ભીંત ચિત્રના વિવાદ વિશે અજાણ છું. રામ અને હનુમાનજી મુદ્દે જે પણ વિવાદ થાય છે તે ન થવો જોઈએ.

દિવ્ય દરબારમાં લાખો લોકો આવવાની અપેક્ષા છે. જેને જોતા અંબાજી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. પોલીસ અને ટ્રાફિક પોલીસે અનેક જગ્યાએ ચેકિંગ પોઈન્ટ બનાવ્યા છે દરબારમાં કોઈ અરાજકતા ન સર્જાય તે માટે અલગથી આયોજન કરવામાં આવ્યું છે. જીએમડીસી ગ્રાઉન્ડ તરફ જતા ટ્રાફિક પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

કોણ છે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

  • પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મૂળ મધ્યપ્રદેશના છે. એવું કહેવાય છે કે બાગેશ્વર ધામ સરકારના વડા ધીરેન્દ્ર શાસ્ત્રીએ હનુમાનજીના સાક્ષાત દર્શન થયા છે. તેમના ચમત્કારોના કારણે ધીરેન્દ્ર શાસ્ત્રી વિશ્વભરમાં જાણીતા છે. તે પોતાના ભક્તોની સમસ્યાઓનું નિરાકરણ ચિઠ્ઠી દ્વારા કરે છે. એવું માનવામાં આવે છે કે જે પણ ભક્ત બાગેશ્વર ધામમાં અરજી કરે છે તેમની તમામ સમસ્યાનું સમાધાન ધીરેન્દ્ર શાસ્ત્રી એક કાગળ પર લખીને આપે છે.
  • ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના પ્રખ્યાત અને પ્રાચીન ધાર્મિક સ્થળ બાગેશ્વર ધામ સરકારના વડા છે. દેશના ખૂણે-ખૂણેથી લોકો અહીં દર્શન માટે આવે છે અને પોતાની સમસ્યાઓ અંગે ફરિયાદ કરે છે.
  • ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પ્રખ્યાત કથા પણકાર છે અને દિવ્ય દરબાર પણ ભરે છે. પેઢી દર પેઢી બાગેશ્વર ધામમાં પ્રખ્યાત સંતો દરબાર કરતા આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પહેલા તેમના દાદા ભગવાનદાસ ગર્ગ અહીં દરબાર લગાવતા હતા.
  • જો કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ વિવાદોથી પણ ઘેરાયેલા રહે છે. ઘણા લોકો તેના ઉપાયને ચમત્કાર કહે છે તો કેટલાક તેને અંધશ્રદ્ધા કહે છે. પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રીમાં લાખો ભક્તોને અપાર શ્રદ્ધા છે એ વાતને નકારી શકાય નહીં.

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો જીવન પરિચય

  • બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1996 ના રોજ મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના ગધાગંજ ગામમાં થયો હતો અને આ સ્થાન પર હનુમાનજીને સમર્પિત એક પ્રાચીન મંદિર બાગેશ્વર ધામ છે.
  • ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દાદા પંડિત ભગવાન દાસ ગર્ગે ચિત્રકૂટના નિર્મોહી અખાડામાંથી દીક્ષા લીધી હતી. તેમણે બાગેશ્વર ધામનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
  • ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દાદા ભગવાનદાસ ગર્ગ બાગેશ્વર ધામમાં દરબાર કરતા હતા.
  • એવું કહેવાય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના પિતાનું નામ રામકૃપાલ ગર્ગ,માતાનું નામ સરોજ ગર્ગ છે.
  • ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નાના ભાઈનું નામ શાલિગ્રામ ગર્ગ છે જે બાગેશ્વર ધામનું કામકાજ જુએ છે.
  • ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પ્રાથમિક શિક્ષણ ગડા ગામની સરકારી શાળામાંથી કર્યું હતું. પછી તેણે બી.એ.ની ડિગ્રી લીધી. જોકે કેટલાક લોકોનું કહેવું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આઠમું પાસ છે.
  • ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ જ્યારે તેઓ 12 વર્ષના હતા ત્યારે ઉપદેશ આપવાનું શરૂ કર્યું હતું.
  • બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી પર બાલાજી હનુમાનના અપાર આશીર્વાદ છે અને તેમને ઘણી સિદ્ધિઓ પણ પ્રાપ્ત છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget