યુથ કોંગ્રેસ બાયડના વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ પોસ્ટ વાયરલ, ધારાસભ્ય સહિતના નેતાઓ પણ છે આ ગ્રુપમાં
યુથ કોંગ્રેસ બાયડના વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ પોસ્ટ વાયરલ થતા ચકચાર મચી છે. બે યુવા કાર્યકરોએ અશ્લીલ પોસ્ટ મુકતા અન્ય સભ્યો ક્ષોભમાં મુકાયા. અશ્લીલ પોસ્ટ વાયરલ થતા જ ગ્રુપના અન્ય મેમ્બરોમાં રોષ જોવા મળ્યો છે.
અરવલ્લી: યુથ કોંગ્રેસ બાયડના વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ પોસ્ટ વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. રંગીન મિજાજી બે યુવા કાર્યકરોએ અશ્લીલ પોસ્ટ મુકતા અન્ય સભ્યો ક્ષોભમાં મુકાયા હતા. અશ્લીલ પોસ્ટ વાયરલ થતા જ ગ્રુપના અન્ય મેમ્બરોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે રોષ વધતા હાલમાં પોસ્ટ વાયરલ કરનારને ગ્રુપમાંથી રિમુવ કરવા એડમીનને અન્ય કાર્યકરોએ માગ કરી છે. યુથ કોંગ્રેસ બાયડના ગ્રુપમાં ધારાસભ્ય સહિત અન્ય કોંગ્રેસ નેતાઓ પણ સામેલ છે. નોંધનિય છે કે, આ પહેલા બાયડ AAP પાર્ટીના ગ્રુપમાં પણ અશ્લિલ પોસ્ટ વાયરલ થઈ હતી.
પીએમ મોદી મંગળવારે ગુજરાતના આ જિલ્લાના લોકો સાથે કરશે વર્ચ્યુલી સંવાદ
બોટાદ: જિલ્લાના ત્રણ હજાર લોકો સાથે વડાપ્રધાન મોદી વર્ચ્યુલી સંવાદ કરશે. આવતીકાલે સાળંગપુર બીએપીએસ મંદિરના હોલ ખાતે આ કાર્યક્રમ યોજાશે. સરકારની વિવિધ ૧૩ યોજાનાના લાભાર્થીઓ સાથે પીએમ મોદી લાઈવ સંવાદ કરશે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શીમલાથી સવારે ૯ કલાકે બોટાદ જિલ્લાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી વિનોદ મોરડીયા, ધારાસભ્યો સૌરભ પટેલ, આત્મારામ પરમાર, સહિતના આગેવાનો હાજર રહેશે.
રાજકોટમાં PGVCLની પરીક્ષામાં પેપરના સીલ ટુટેલા હોવાનું નિરીક્ષકે કબલ્યું
રાજકોટઃ રાજ્યમાં સરકારી ભરતીઓ માટે લેવામાં આવતી પરીક્ષાઓમાં અવારનવાર પેપર ફૂટવાની ઘટનાઓ બને છે. ત્યારે હવે ફરી વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો આરોપ લાગ્યો છે. રાજકોટમાં PGVCLની જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં પેપર ફૂટ્યા હોવાનો આરોપ ખુદ પરીક્ષાર્થીઓએ જ લગાવ્યો છે. 20 જેટલા ઉમેદવારોએ આરોપ લગાવ્યો છે કે, તેમના હાથમાં પરીક્ષાનું પેપર આવ્યું ત્યારે પેપરનું સીલ તૂટેલું હતું.
પેપરમાં કુલ ત્રણ પ્રકારના સીલઃ
પરીક્ષાર્થીઓના આ આક્ષેપો સામે હવે પીજીવીસીએલની પરીક્ષાના નિરીક્ષક મયુર પંડિતે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, "ઉમેદવારોને આપવામાં આવેલા પેપરના સીલ તૂટેલા હતા. કેન્દ્રના અલગ-અલગ વર્ગખંડમાં ઉમેદવારોના પેપરના સીલ ટુટેલા નિકળ્યા હતા. જો કે, પેપરમાં કુલ ત્રણ પ્રકારના સીલ રાખવામાં આવે છે. પ્રથમ પરીક્ષા મટીરીયલનું બોક્સ હોય એમાં સીલ લાગતું હોય છે. ત્યારબાદ વર્ગખંડમાં આવતા પેપરનું સીલ લાગતું હોય છે અને ઉમેદવારોને આપવામાં આવતા પેપરમાં પણ સીલ લાગેલું હોય છે."
પેપરનું સીલ ટુટેલુ હતુંઃ
નિરીક્ષકે નિવેદનમાં વધુમાં જણાવ્યું કે, "જો, કે પ્રથમ બે સીલ બરાબર હતા અને તે તુટેલા નહોતા પરંતુ ઉમેદવારોને આપવામાં આવતા પેપરનું સીલ ટુટેલુ હતું. પરંતુ એ સીલનું ખાસ મહત્વ નથી હોતું" આમ પેપરમાં કોઈ ગેરરીતિ થઈ હોય તેવી કોઈ શક્યતા ન હોવાનો દાવો પરીક્ષા નિરીક્ષકે કર્યો હતો.
પેપરનું કવર સીલ પેક, પણ પેપરના સીલ તૂટેલા
એક પરીક્ષાર્થીએ નિવેદન આપતા કહ્યું કે પરીક્ષાખંડમાં જયારે પેપર આવ્યાં ત્યારે પપેરના કવર સીલ પેક હતા, એટલે કે કવરના સીલ તૂટેલા ન હતા, પણ જયારે અંદરથી પેપર કાઢવામાં આવ્યા અને પરીક્ષાર્થીઓના હાથમાં આવ્યા ત્યારે આ પરીક્ષાર્થીના બ્લોકમાં ત્રણ પરીક્ષાર્થીઓના પેપરના સીલ તૂટેલા હતા અને અન્ય બ્લોકમાં આવા 17 પેપર સીલ તૂટેલા મળી આવ્યા હતા.