ડૉક્ટર કૃપેશ ઠક્કરે વધાર્યું ગુજરાતનું ગૌરવ, તેમના સંસ્કૃત આલ્બમને ગ્રેમી એવોર્ડ 2026 માટે કન્સીડરેશન મળ્યું
ડૉક્ટર કૃપેશ ઠક્કરનો એક આલ્બમને ગ્રેમી એવોર્ડ્ઝ 2026ના નોમિનેશન્સ માટેની લિસ્ટમાં પહોંચી ચૂક્યુ છે. આ ગીત સંસ્કૃત ભાષામાં છે.

ગુજરાતના જાણીતા ડૉક્ટર કૃપેશ ઠક્કરનો એક આલ્બમને ગ્રેમી એવોર્ડ્ઝ 2026ના નોમિનેશન્સ માટેની લિસ્ટમાં પહોંચી ચૂક્યુ છે. આ ગીત સંસ્કૃત ભાષામાં છે, અને સનાતન સંસ્કૃતિ વિશે છે. હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન દ્વારા કૃપ મ્યુઝિક અંતર્ગત રિલીઝ થયેલું ડૉ કૃપેશ ઠક્કર અને પર્વ ફ્યુઝન બેન્ડનું "સાઉન્ડ ઓફ સનાતન:વોલ્યૂમ 1" સંસ્કૃત આલ્બમ અને "રેઝોનન્ટ રોર ઓફ હનુમાન" ગીત હવે વૈશ્વિક સંગીત જગતમાં ભારતનું ગૌરવ વધારી રહ્યું છે. 4 અલગ-અલગ કેટેગરીમાં તેમના કાર્યને કન્સીડરેશન મળ્યું છે, જે કચ્છ ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ છે. ગ્રેમી એવોર્ડ્સ વિશ્વભરના સંગીત ક્ષેત્રનો સૌથી મોટો ખિતાબ છે. જેના ત્રણ તબક્કાઓ હોય છે.
ગ્રેમી એવોર્ડના ફાઈનલ રાઉન્ડમાં કયા કયા ગીતો નોમિનેટ થશે, તેના માટે એક વોટિંગ રાઉન્ડ થશે. કચ્છના ડૉક્ટર કૃપેશ ઠક્કર આ વોટિંગ રાઉન્ડમાં પણ ભાગ લેશે. ડૉ કૃપેશ ઠક્કરનો જે આલ્બમ ગ્રેમી એવોર્ડમાં પહોંચ્યો છે તેનું નામ છે, સાઉન્ડ્ઝ ઓફ સનાતન વોલ્યુમ 1. આ આલ્બમમાં જુદા જુદા સાત ગીત છે.

આ ગીતો ગણેશ ગાયત્રી મંત્ર અને રાગના સંગમથી રચાયેલ સ્તોત્ર, હનુમાન મંત્ર, જલારામ બાપાની ધૂન, રામ ધૂન, ઓમકાર મંત્રના ધ્યાન પર આધારિત છે. વિશ્વમાં ભાગ્યે જ કોઈ ધર્મના શ્લોક કે મંત્રો પરથી બનેલા ગીતો બહુપ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ્ઝમાં પહોંચ્યા હશે. ડૉ. કૃપેશ ઠક્કર પોતાની આ રચનાથી સનાતન ધર્મ અને દેશને તો ગૌરવ અપાવી જ રહ્યા છે સાથે સાથે સનાતધર્મને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડી રહ્યા છે.
સંસ્કૃત આલ્બમ સાઉન્ડઝ ઓફ સનાતન વોલ્યુમ 1ને જુદી જુદી 5 કેટેગરીઝમાં નોમિનેશન મળ્યું છે. જેમાં આખા વિશ્વમાંથી આવેલા ગીતો સાથે આ આલ્બમની સ્પર્ધા થશે. કન્સિડરેશન, નોમિનેશન અને સિલેક્શન આ ત્રણ તબક્કાની છણાવટ થયા બાદ ગ્રેમી એવોર્ડના ફાઈનલ નોમિનેશન થશે.
ગ્રેમી એવોર્ડમાં વિશ્વભરના સંગીત ક્ષેત્રના નિષ્ણાતો એટલે કે સિંગર્સ, મ્યુઝિશિયન્સ, લિરિસિસ્ટ, રેકોર્ડિંગ એન્જિનિયર અને પ્રોડ્યુસર્સ જ વોટ આપે છે. પરંતુ ડૉ. કૃપેશ તેમના 15 વર્ષના સંગીત અને ફિલ્મના અનુભવને કારણે વોટર તરીકે એલિજિબલ થયા છે. જેમાં તેઓ છ કેટેગરીમાં ટોટલ 16 વોટ આપશે.
ડૉ. કૃપેશ કહે છે કે,"ગ્રેમી એવોર્ડમાં તેમના આલ્બમનું કન્સિડરેશન થવું માત્ર એક વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સનાતન ધર્મની શક્તિ, સંસ્કૃત ભાષાની ગરિમા અને ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પ્રસારનું પ્રતીક છે. ‘સાઉન્ડ્સ ઓફ સનાતન: વોલ્યૂમ 1’ એ એવી સંગીત યાત્રા છે, જે મંત્રોના નાદ અને ભક્તિના સંદેશ દ્વારા માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતુલન આપે છે."





















