શોધખોળ કરો

રાજ્યમાં ઈ-ચલણનો દંડ ભરવાની પ્રક્રિયા બનશે વધુ સરળ, હવે આ UPI એપ્સની મદદથી પણ ભરી શકશો દંડ

હવે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા ઓનલાઇન ચુકવણીની સુવિધા શરૂ કરવામાં આવી છે.

રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બની છે. હવે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા ઓનલાઇન ચુકવણીની સુવિધા શરૂ કરવામાં આવી છે. ગૂગલ-પે, ફોન-પે, ભીમ-પે અને યોનો એપ્લિકેશન મારફત વાહન ચાલકો દંડની રકમ ઓનલાઈન ભરી શકશે. ભારત બિલ પેમેન્ટ સિસ્ટમથી ઓનલાઈન ચૂકવણીની સુવિધા શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારે ભારતીય સ્ટેટ બેન્ક સાથે MOU કર્યા હતા.

રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના કિસ્સાઓમાં વાહનચાલકોને ઇસ્યુ થયેલા ઇ-ચલણ પેટે દંડની રકમની ભરપાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બનાવવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ભારતીય સ્ટેટ બેન્ક (SBI) સાથે કરાયેલા MoU અંતર્ગત Bharat Bill Payment System (BBPS) મારફતે વિવિધ ઓનલાઇન માધ્યમો દ્વારા દંડની રકમ ચૂકવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.

રાજ્યમાં વર્ષ 2023થી “One Nation One Challan” એપ્લિકેશનના માધ્યમથી વાહનચાલકોને દંડની રકમ ઓનલાઇન ચૂકવવાની સુવિધા ઉપલબ્ધ હતી, જેમાં વાહન ચાલકો દંડની રકમ નેટ બેન્કિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) એમ-પરીવહનની વેબસાઈટ ઉપરથી તથા PoS મારફતે ભરી શકતા હતા. હવે આ સુવિધામાં વધારો કરીને BBPS પ્લેટફોર્મ એટલે કે, ગૂગલ-પે, ફોન-પે, ભીમ-પે અને યોનો એપ્લિકેશન મારફત વાહન ચાલકો સીધે-સીધી દંડની રકમ ભરપાઇ કરી શકશે. તેના માટે એપ્લિકેશન પર જઈને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગુજરાત ઓપ્શન પસંદ કરીને પેમેન્ટ કરવાનું રહેશે. BBPS જેવી સુવિધાઓનો સમાવેશ કરવાથી વાહનચાલકોને ઓનલાઈન પેમેન્ટના વધુ વિકલ્પો પ્રાપ્ત થશે અને દંડની રકમ ભરપાઇની પ્રક્રિયા વધુ સુવિધાજનક બનશે.

આ સુવિધા હેઠળ એકત્રિત થનાર નાણા ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ઓનલાઇન ચુકવણી માટે સમયાંતરે જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર દંડની રકમની ખરાઇ કર્યા બાદ સમાધાન રૂપે ટ્રાન્સફર કરવામાં આવશે. આથી રાજ્યમાં દંડની વસૂલી પ્રક્રિયામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા બંને વધશે. આ પહેલથી રાજ્યમાં ટ્રાફિક નિયમોના અમલને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં તથા વાહનચાલકોને સહેલાઇથી દંડની રકમ ભરવાની સુવિધા ઉપલબ્ધ થશે, જે “ડિજિટલ ગુજરાત”ના લક્ષ્ય તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.             

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget